જડ વસ્તુ પોતે પોતાને જાણતી નથી, બીજો તેને જાણે, તેમ રાગાદિ પોતે પોતાને
જાણતા નથી, ‘બીજો’ તેને જાણે છે. બીજો એટલે રાગથી જુદો, એવો જ્ઞાનસ્વભાવી
આત્મા સ્વ–પરને જાણે છે; રાગને જાણતાં પોતે રાગરૂપ થતો નથી, જ્ઞાનરૂપ જ રહીને
રાગને જાણે છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખવો તે જ આસ્રવથી (સંસારથી)
છૂટવાની રીત છે.
જ્ઞાનભાવને જ કરે છે, રાગને જ્ઞાનના કાર્યપણે તે કરતો નથી–આ જ્ઞાનીનું લક્ષણ છે.
આવા જ્ઞાનસ્વરૂપે પોતાને અનુભવવો તે સીમંધરપરમાત્માનો સન્દેશ છે, કુંદકુંદચાર્યદેવ
તે સન્દેશો વિદેહમાં જઈને અહીં લાવ્યા છે, તે જ અહીં કહેવાય છે. સંતોના અંતરના
નાદની આ વાત છે.
તે વિરુદ્ધભાવવડે આત્માનું જ્ઞાન કેમ થાય? અચેતન–વિકલ્પમાં એવી તાકાત નથી કે તે
સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદને પમાડે. શુભવિકલ્પ–રાગ ભલે દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો હો,
પણ તે કાંઈ ચૈતન્યની સજાત નથી, તેના ફળમાં કાંઈ મુક્તિ કે ધર્મ ન મળે, તેના
ફળમાં તો સંસાર મળે. ચૈતન્યની શાંતિનો સ્વાદ કોઈપણ રાગમાં નથી. શાંતિ અને
આનંદનું ઝરણું તો ચૈતન્યસરોવરમાંથી વહે છે. –ભાઈ! એકવાર જ્ઞાન અને રાગની
અત્યંત ભિન્નતાનો નિર્ણય તો કર...... તેમાં તને જ્ઞાનનો અદ્ભૂત સ્વાદ આવશે, ને તું
ન્યાલ થઈ જઈશ.
આનંદ ઉપજાવનાર છે; ને પરતરફની રાગવૃત્તિઓ તો દુઃખ ઉપજાવનારી છે. મંદરાગરૂપ
શુભરાગ હો તે પણ દુઃખરૂપ જ છે, તે કાંઈ સુખનો ઉપાય નથી. તેનાથી સર્વથા જુદું જે
ચૈતન્યતત્ત્વ છે તે પોતે સુખરૂપ છે, તેના સંગે કદી દુઃખની ઉત્પત્તિ થતી નથી. આ રીતે
આત્માના સ્વભાવને અને રાગને તદ્ન ભિન્નતા છે. આવું ભેદજ્ઞાન તે જ આસ્રવને
રોકવાનું સાધન છે. રાગની જરાય અપેક્ષા તેમાં નથી એટલે જ્ઞાનને રાગ સાથે જરાય
કર્તાકર્મપણું, સાધન–સાધ્યપણું કે કારણ–કાર્યપણું નથી.