છે. ગુરુદેવના પ્રતાપે અત્યારસુધીમાં જયાં–જ્યાં પંચકલ્યાણક થયા તેમાં સૌથી નાનું
ગામ રણાસણ હશે. આવા નાના ગામમાં મહાન માંગલિક સંભળાવતાં ગુરુદેવે કહ્યું કે
અહો, આ ભગવાન સમયસાર અદ્વિતીય જગતચક્ષુ છે. શુદ્ધઆત્મા તે સમયસાર, અને
તેને દેખાડનારું આ શાસ્ત્ર તે સમયસાર, એમ આત્મરૂપ અને શાસ્ત્રરૂપ બંને સમયસાર
અદ્વિતીય જગતચક્ષુ છે, સ્વ–પરનું ભિન્ન–ભિન્ન સ્વરૂપ જેમ છે તેમ અદ્ધિતીય–
અતીન્દ્રિય ચૈતન્યનેત્ર જેને ખૂલ્યાં છે તે આત્મા પોતે સમયસાર છે, પોતાના સ્વભાવને
પ્રકાશવામાં તેમજ જગતને જાણવામાં તે અદ્ધિતીય ચક્ષુ છે; સ્વ–પરને સાક્ષાત્
જાણવાની એવી તાકાત જગતના બીજા કોઈ પદાર્થમાં નથી. આત્મા પોતે પોતાને
પ્રત્યક્ષ જાણે, ને જગતને પણ પ્રત્યક્ષજ્ઞાન વડે જાણે–એવો તેનો અદ્વિતીયસ્વભાવ છે;
રાગમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં એવી તાકાત નથી. મનથી ને રાગથી પાર સ્વંસવેદ્ય આત્માને
આ સમયસાર પ્રત્યક્ષ કરાવે છે. ‘અહો, આત્માનો અચિંત્યવૈભવ આ સમયસારે
દેખાડયો છે. ’ ‘સમયસાર’ ના પક્ષી એટલે કે શુદ્ધાત્માના પક્ષરૂપી પાંખવાળા ધર્મી
જીવો નિરાલંબી