Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૩૧ :
રોગ જેવા આસ્રવોથી ચૈતન્યની ભિન્નતા છે. કોઈપણ કષાયનો વેગ જીવ સાથે ટકી શકે
નહિ. ક્ષણમાં પલટી જાય એવો તેનો અધુ્રવસ્વભાવ છે. ચૈતન્યપણે જીવ સદાય ટકે એવો
તેનો સ્વભાવ છે. કોઈ જીવ ચોવીસ કલાક એકધારો ક્રોધ ન કરી શકે, કેમકે ક્રોધ તેનો
સ્વભાવ નથી, અને ચોવીસ કલાક શાંતિ રાખવા માંગે તો રાખી શકે, કેમકે શાંતિ તેનો
સ્વભાવ છે. ગમે તેવો ક્રોધી જીવ ચોવીસ કલાક ક્રોધમાં નહિ રહી શકે, તે ક્ષણમાં પલટી
જશે. એ જ રીતે શુભરાગમાં પણ સદા ટકી નહિ શકે, ક્ષણમાં તે પલટી જશે. આ રીતે
આસ્રવો જીવસ્વભાવથી જુદા છે. ચૈતન્યભાવ કે જે આસ્રવ વગરનો છે, પુણ્ય–પાપ
વગરનો છે, તે જીવ છે; તે પોતે સુખરૂપ છે, સ્થિર છે, શરણરૂપ છે.
અહા, એકવાર આવી ભિન્નતા ઓળખે તે જીવ કર્મોના આસ્રવથી છૂટો પડી
જાય, ને અતીન્દ્રિય આનંદના વેદન સહિત વિજ્ઞાનઘન થઈ જાય.
ઘડીકમાં પૂજા–ભક્તિ–દાનના શુભ પરિણામ હોય, ને પછી અશુભ થઈ જાય,
ત્યાં અજ્ઞાનીને એમ લાગે કે અરે, મારા શુભભાવ ચાલ્યા ગયા! પણ ભાઈ! શુભભાવ
તારા સ્વભાવ હતા જ ક્્યાં? તારો સ્વભાવ તો રાગ વગરનો ચેતન છે, તે ક્્યાંય
ચાલ્યો ગયો નથી. તે ચેતનસ્વભાવપણે તું પોતાને દેખ.
એ જ રીતે અશુભ–પાપભાવ હોય ને તે પલટીને શુભરાગ થાય ત્યાં અજ્ઞાનીને
એમ લાગે કે અહો! મેં ઘણું કર્યુ, પણ અરે ભાઈ! તે શુભ પણ ક્્યાં તારો સ્વભાવ છે?
જેમ પાપ તારો સ્વભાવ નથી તેમ પુણ્ય તારો સ્વભાવ નથી; પાપ ને પુણ્ય બંનેથી પાર
તારો ચેતનસ્વભાવ છે; તે સ્વભાવના અનુભવ વડે જ આસ્રવથી છૂટી શકાય છે.
જ્ઞાનનું વેદન થયું તે જ ક્ષણે વિકારનું વેદન છૂટી ગયું જ્ઞાનના વેદનમાં વિકારનું વેદન
હોઈ શકે નહિ.
ચૈતન્યનો ધુ્રવસ્વભાવ તે સિંધુ છે, ને તેની ચૈતન્યપરિણતિ તે બિંદુ છે. સિંધુ પણ
તું ને બિંદુ પણ તું, –સિંધુ અને બિંદુ અને ચૈતન્યભાવરૂપ છે, તેમાં એકકેયમાં કષાય–
રાગ સમાય નહિ. બિંદુપણ સિંધુની જાતનું છે, વિરુદ્ધ નથી. ચૈતન્યસમુદ્ર આત્મા, તેનું
બિંદુ નાનામાં નાનો અંશ પણ ચૈતન્યરૂપ જ છે. ચૈતન્યનો અંશ રાગ ન હોય. આ રીતે
ચૈતન્યજાતને પરભાવોથી જુદી અનુવભતાં, આત્મા અને આસ્રવ છૂટા પડી જાય છે.
કર્મના વાદળાં વીંખાઈ જાય છે ને ચૈતન્યસૂર્ય જ્ઞાનપ્રકાશથી ખીલી ઊઠે છે. ત્યાં
આત્માને પોતાને ખબર પડે છે કે આત્માની પરિણતિ આસ્રવોથી છૂટી ગઈ ને શાંત
ચૈતન્યભાવરૂપ થઈ. આવા શાંતસ્વભાવરૂપ આખો