Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 64

background image
: ૩૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
આત્મા છે, ને રાગાદિનો મારામાં અભાવ છે–આવું સમ્યક્ ભેદજ્ઞાન તે સંસારથી
છૂટવાનો ને મોક્ષની પ્રાપ્તિનો માર્ગ છે.
રણાસણથી રમોસ
રણાસણ બે દિવસ રહ્યા; તેમાં બીજા દિવસનું બપોરનું પ્રવચન રણાસણથી બે
માઈલ દૂર રમોસ ગામે થયું. ગુરુદેવ રમોસ પધારતાં ત્યાંના મુમુક્ષુઓ પ્રસન્ન થયા,
અને ઉમળકાભેર સ્વાગત કર્યું. પ્રવચન સાંભળવા માટે સેંકડોની સંખ્યામાં ગ્રામજનતા
ઉમટી હતી. પ્રવચનમાં (સ. ગા. ૭૪ દ્ધારા) દેહથી ને રાગથી ભિન્ન આત્માનું સ્વરૂપ
ગ્રામ્યશૈલીથી સમજાવતાં ગુરુદેવે કહ્યું કે જેમ શ્રીફળમાં ઉપરનાં છાલાં, કાચલી અને
અંદરની છાલ ત્રણેથી જુદું સફેદ–મીઠું ટોપરું છે; તેમ બહારનું શરીર, જડકર્મો અને
અંદરના શુભાશુભ રાગભાવો–એ ત્રણેથી જુદો ચૈતન્યસ્વરૂપ–આનંદસ્વરૂપ આત્મા છે.
એવા આત્માનું ભાન કરવું તે ધર્મ છે.
ચૈતન્ય પોતે સ્વભાવથી આનંદસ્વરૂપ છે, દુઃખ તેમાં નથી. પણ તેની ખબર
વગર રાગનો જ અનુભવ કરીકરીને અનાદિથી જીવ દુઃખી થાય છે. એ રીતે રાગાદિ તો
દુઃખનાં કારણ છે. આ રીતે અંદર વિચાર કરીને બંનેના જુદાપણાનો નિર્ણય કરવો
જોઈએ.
આહા, હું તો આનંદનો સમુદ્ર છું. અસંખ્યપ્રદેશી મારા ચૈતન્યક્ષેત્રમાં તો
આનંદનાં પાક પાકે છે. રાગના–કષાયના પાક પાકે એવું મારું ચૈતન્યક્ષેત્ર નથી.
રાગમાંથી ચૈતન્યશાંતિ ન આવે. જેમ ચાંપો તો એની ખાનદાન માની કુંખે પાકે; તેમ
ચૈતન્યના આનંદરૂપી ચાંપો તો આત્માના સ્વભાવની કુંખે પાકે, એ રાગમાં ને પુણ્યમાં
ન પાકે. આવા આત્માના સ્વભાવને રાગથી ને શરીરથી જુદો ઓળખવો જોઈએ. આ
મનુષ્યદેહ તો ક્ષણમાં ફૂ થઈને ઊડી જશે, તેમાં દેહથી ભિન્ન આત્માની ઓળખાણના
સંસ્કાર પાડવા જોઈએ.
[પ્રવચન બાદ પુન: રણાસણ આવ્યા. ને પ્ર. વૈશાખ વદ ચોથની
વહેલી સવારમાં પ્રસ્થાન કરીને ફત્તેપુર પધાર્યા....... ને જૈનધર્મની ફત્તેહથી
ફત્તેપરુ નગરી ગાજી ઊઠી.]