Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 64

background image
: ૩૪ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
૩૩ સમ્યગ્દર્શન ભૂમિકાઅનુસાર અશુભપરિણામ વખતે પણ રાગવગરની શુદ્ધ
પરિણતિ વર્તી જ રહી છે. બહારમાં નારકીકૃત દુઃખ વખતે ‘પણ ચૈતન્ય
પરિણતિની શાંતિ તેને વર્તે જ છે, તે પરિણતિ તો આનંદરસની ગટાગટી કરે છે.
તેમ જ બહારમાં ઈન્દ્રપદના વૈભવવિલાસ હોવા છતાં ધર્મીની ચૈતન્યપરિણતિ તે
તેનાથી છૂટી જ વર્તે છે. રાગ અને જ્ઞાનચેતના એક કાળે વર્તે છે પણ તે બન્નેનું
કાર્ય ભિન્ન છે, બન્નેની જાત જુદી છે, તેથી ભિન્નતાને જે ઓળખે તેને
સમકિતીની સાચી ઓળખાણ થાય, ને ભેદજ્ઞાન થાય.
૩૪ અહો, ભગવાન આદિનાથે જે ધર્મતીર્થ પ્રવર્તાવ્યું તે તીર્થંકર મોક્ષમાર્ગ જેઓ નથી
સાધતા, ને અન્ય કુમાર્ગમાં પ્રવર્તે છે તેઓ દીર્ધ સંસારમાં રખડે છે નિર્મોહી–
સમ્યગ્દ્રષ્ટિ તે તો મોક્ષમાર્ગમાં છે એટલે પ્રશંસનીય છે; પણ મોહવાન મિથ્યાદ્રષ્ટિ
જીવ પંચમહાવ્રત પાળે તોપણ મોક્ષમાર્ગ નથી. તેથી તે પ્રશંસનીય નથી.
સમ્યગ્દર્શન વગર કદી મોક્ષમાર્ગ થતો નથી.
૩પ મોક્ષમાર્ગરૂપ રત્નત્રયધર્મ છે, ને મુનિઓને સર્વદેશ હોય છે ને ગૃહી–શ્રાવકોને
એકદેશ હોય છે. ચૈતન્યના આનંદમાં ઝુલનારા જૈન મુનિઓ નિર્ગ્રંથ દિગંબર
હોય છે ને અંદર રત્નત્રયધર્મ વર્તે છે. ત્રણ કષાયનો અભાવ છે. અવ્રત
સમ્યગ્દ્રષ્ટિને વ્રતાદિ ન હોવા છતાં ઈન્દ્ર પણ તેની પ્રશંસા કરે છે કે વાહ!
ચૈતન્યદ્રષ્ટિધારક ધર્માત્મા! તું મોક્ષના માર્ગમાં છો. મુનિઓ તો મોક્ષના માર્ગમાં
છે, તું પણ મોક્ષના પંથમાં છો. તારો અવતાર ધન્ય છે.... તારો આત્મા કૃતકૃત્ય
છે–એમ કહીને કુંદકુંદસ્વામીએ પણ અષ્ટાપાહુડમાં સમ્યગ્દ્રષ્ટિ શ્રાવકની પ્રશંસા
કરી છે.
સમ્યગ્દર્શન સહિત અવ્રતી શ્રાવક પણ આવો પ્રશંસનીય છે તો પછી
રત્નત્રય સહિત મુનિરાજના મહિમાની તો શી વાત ! એ તો પંચપરમેષ્ઠી
ભગવાનની પંક્તિમાં બિરાજે છે.
૩૬ શુદ્ધઆત્માને અહીં ‘જ્ઞાયકભાવ’ કહીને વર્ણવ્યો છે. એકવાર એકાંતમા જ્ઞાયક
ભાવનો વિચાર કરતાં કરતાં ગુરુદેવે શાસ્ત્રના કેટલાક બોલની નોંધ કરેલી, તે
બધા બોલ જ્ઞાયકરૂપ શુદ્ધઆત્માના વાચક છે. તે નોંધ નીચે મુજબ છે–
૧. નિજ કારણ પરમાત્મા ૨. શુદ્ધ આત્મા
૩. કારણ શુદ્ધજીવ
૪. ચૈતન્ય ચમત્કારમાત્ર પ. કારણ સમયસાર ૬. શુદ્ધદ્રવ્ય