: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૩૫ :
૭. પરમપારિણામિકભાવ ૮. ભગવાન જ્ઞાનસ્વભાવ ૯. પરમભાવ
૧૦. ભગવાન જ્ઞાતા દ્રવ્ય ૧૧. પરમ તત્ત્વ ૧૨.ચિત્તશક્તિમાત્ર ભાવ
૧૩. જીવતત્ત્વ ૧૪. પંચમભાવ ૧પ. આત્મતત્ત્વ
૧૬. સહજ જ્ઞાનશરીર ૧૭. શુદ્ધભાવ ૧૮. નિજદ્રવ્ય
૧૯. જ્ઞાયકભાવ ૨૦. શુદ્ધતત્ત્વ ૨૧. સ્વદ્રવ્ય
૨પ. સ્વભાવ ભાવ ૨૬. નિત્ય તત્ત્વ ૨૭. કારણઆત્મા
૨૮. ધુ્રવતત્ત્વ ૨૯. સામાન્ય ૩૦. શુદ્ધજ્ઞાનચેતના
૩૧. આનંદધામ ૩૨. નિજપદ ૩૩. ઉપયોગ
–આવા બીજા અનેક વિશેષણો દ્ધારા સંતોએ શુદ્ધઆત્મા દેખાડયો છે.
૩૭ ‘જ્ઞાયક’ કહેતાં કાંઈ તેમાં પરજ્ઞેયની ઉપાધિ નથી; પરજ્ઞેયને કારણે આને
જ્ઞાયકપણું છે–એમ નથી. પોતે પોતાના સ્વરૂપથી જ જ્ઞાયક છે. પરજ્ઞેયને
જાણવાથી કાંઈ તેને અશુદ્ધતા નથી, કેમકે પોતે તો જ્ઞાયકપણે જ રહીને જાણે છે.
પરને જાણે ને પોતાના સ્વરૂપને જ પ્રકાશે ત્યારે પણ તેને સ્વયં જ્ઞાયકપણું જ
છે. આ રીતે આત્મા સ્વભાવથી જ જ્ઞાયકભાવપણે પ્રકાશે છે. જ્ઞાન રાગને જાણે
તોપણ પોતે રાગરૂપ અશુદ્ધ થઈ જતું નથી.
૩૮ જ્ઞાયકતત્ત્વ રાગથી પાર પરમસૂક્ષ્મ તત્ત્વ છે, છતાં તે એવું નથી કે તેને જાણી જ
ન શકાય. રાગના અવલંબન વગર પોતે પોતાના સ્વરૂપને સ્પષ્ટ–પ્રત્યક્ષ
અનુભવમાં લ્યે એવી આત્માની તાકાત છે. અનંતા સંતો ભેદજ્ઞાનવડે આત્માને
અનુભવીને મોક્ષમાં પધાર્યા છે.
૩૯ જ્ઞાયકઆત્મા જ્યારે અંતર્મુખ થઈને પોતે પોતાના સ્વરૂપને જ સ્વસંવેદનપણે
પ્રકાશે છે ત્યારે છે ત્યારે પોતે જ જ્ઞાતા ને પોતે જ જ્ઞેય, એ રીતે જ્ઞાતારૂપ કર્તા
ને જ્ઞેય રૂપ કર્મ એ બંનેનું એકપણું છે, જ્ઞાયક પોતે જ પોતાને પ્રકાશે છે, તેમાં
વચ્ચે રાગની અપેક્ષા નથી. રાગને જાણતી વખતે પણ કાંઈ રાગને કારણે
જ્ઞાયકપણું ન હતું, જ્ઞાયક પોતે પોતાથી જ જ્ઞાયક હતો, જેમ સ્વને પ્રકાશતી
વખતે રાગ વગર પોતે પોતાથી જ જ્ઞાયક છે, તેમ રાગાદિ પરજ્ઞેયને પ્રકાશવાના
કાળે પણ પોતે તો રાગથી જુદો જ્ઞાયકભાવપણે જપ્રકાશે છે, રાગકૃત અશુદ્ધતા
કાંઈ જ્ઞાનમાં નથી.