: ૩૬ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
રાગ પોતે અશુદ્ધ છે, પણ રાગને જાણનારું જ્ઞાન કાંઈ અશુદ્ધ નથી, એ તો
જ્ઞાનનું સ્વ–પર–પ્રકાશક સામર્થ્ય જ પ્રકાશે છે.
૪૦ અહો, આવું જુંદું ને જુદું જ્ઞાયકતત્ત્વ શુદ્ધ છે તેને લક્ષમાં તો લ્યો. જ્ઞાતા પોતે,
જ્ઞાન પોતે, જ્ઞેય પણ પોતે; જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેયરૂપ એક જ્ઞાનમાત્ર શુદ્ધભાવ હું છું–
એમ ધર્મી અનુભવે છે. જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમવા છતાં જ્ઞાતા–જ્ઞાન–જ્ઞેય
ત્રણ ભેદરૂપી ધર્મી પોતાને નથી અનુભવતો; હું પોતે જ્ઞાન, મારું સ્વતત્ત્વ જ
મારું જ્ઞેય, હું પોતે જાણનાર જ્ઞાતા–આવા જ્ઞાતા–જ્ઞેય–જ્ઞાનની એકતારૂપ મારી
ચૈતન્યલીલા છે. દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી ખંડ–ભેદ કર્યાં વગર સુવિશુદ્ધ
એક ચૈતન્ય માત્રરૂપે હું મને અનુભવું છું. તેમાં બીજા કોઈની અપેક્ષા નથી.
અહો, આવા ચૈતન્યનો નિર્ણય પણ રાગની અપેક્ષાથી પાર છે. આવો નિર્ણય
અને અનુભવ કરનાર જીવને આત્મામાં અતીન્દ્રિય આનંદસહિત મોક્ષના
ભણકાર આવી જાય છે. –આવી દશાનું નામ ધર્મ છે.
૪૧ ધર્મ એટલે આત્માના આનંદનો સ્વાદ. ધર્મીનું જ્ઞાન સ્વતત્તાને અવલંબતું થકું
મોક્ષને સાધે છે, પરસત્તાના અવલંબનને તે મોક્ષનું સાધન માનતા નથી.
પરસત્તાના અવલંબને થયેલો કોઈપણ ભાવ મોક્ષનું સાધન થાય નહિ. ધર્મીને
ભૂમિકાઅનુસાર પરાવલંબન હોય પણ તેને મોક્ષનું કારણ ન માને, તે વખતે
જેટલો સ્વાલંબી વીતરાગભાવ છે તેટલું જ મોક્ષનું કારણ છે. પરાવલંબી
કોઈપણ ભાવને જે ઉપાદેય માને કે મોક્ષનું કારણ માને તે તો મિથ્યાદ્રષ્ટિ છે.
૪૨ વાહ રે વાહ! આ તો ફત્તેપુરના આંગણે ચૈતન્યના અમૃત વરસી રહ્યા છે.
વીતરાગી સંતોએ પંચમકાળમાં પણ ચૈતન્યના અમૃત વરસાવ્યા છે. જે સમજતાં
ચૈતન્યની ફત્તેહ થાય ને આનંદના પૂર આવે–એવી આ વાત છે.
૪૩ અરે જીવ! તું તો આત્મજ્ઞાન ન કર્યું, ને બીજા આત્મજ્ઞાની જીવોની સેવા કેમ
કરવી–તે પણ તને ન આવડયું, તેથી શુદ્ધાત્માની પ્રાપ્તિ પૂર્વે કદી તને ન થઈ.
૪૪ જ્ઞાનીએ કેવો આત્મા અનુભવ્યો છે–એને લક્ષમાં લઈને તું પણ એવો અનુભવ
કર તો જ જ્ઞાનીની ખરી ઉપાસના થાય, અને શુદ્ધાત્માની પણ ઉપાસના થાય.
૪પ કોઈ ભક્તિના એકલા શુભરાગથી એમ માને કે હું જ્ઞાનીની સેવા કરું છું, તો એને
ખરી સેવા કહેતા નથી; કેમકે ‘જ્ઞાની કેવા છે એને તો તું ઓળખતો નથી તો તેં
સેવા કોની કરી?