: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૩૭ :
૪૬ જો જ્ઞાનીને ઓળખે તો રાગથી જુદો આત્મા લક્ષમાં આવી જ જાય. એકલા
રાગવડે જ્ઞાનીનીસાચી સેવા થાય નહિ. જેવો જ્ઞાનીનો ભાવ છે તેવો જ્ઞાનભાવ
(સ + એવ) પોતામાં પ્રગટ કરવો તે જ્ઞાનીની સાચી સેવા છે.
૪૭ શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાય ‘ગૌણ’ છે. પર્યાયનો કાંઈ અભાવ નથી. શુદ્ધ–
અશુદ્ધભાવો છે તે પણ આત્માની પર્યાયના ધર્મ છે. પણ આત્માને
શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે ત્યારે રાગાદિ અશુદ્ધતાથી જુદો એકરૂપ
ચૈતન્યભાવ દેખાય છે, પર્યાયના ભેદ તેમાં દેખાતા નથી.
૪૮ અહા, આવા આત્માને સાધવો તે તો પ્રભુનો માર્ગ છે. વીતરાગ ભગવંતોએ
સાધેલો આ માર્ગ છે: ‘હરિનો મારગ છે શૂરાનો’ આત્માના જ્ઞાન વડે મોહાદિને
હરે તે હરિ છે. આવા હરિનો મારગ તે તો શૂરવીરોનો મારગ છે; એ કાંઈ
રાગવડે સાધી શકતો નથી.
૪૯ અનંત ગુણના સ્વાદથી ભરેલા એક જ્ઞાયકભાવને અનુભવનાર જીવ, તે જ્ઞાયક
એક સ્વભાવની દ્રષ્ટિમાં ‘હું જ્ઞાન છું, હું દર્શન છું, હું ચારિત્ર છું, ’ એવા ભેદ
વિકલ્પને કરતો નથી. એક આત્મામાં ત્રણ ભેદના વિકલ્પ તે જ્ઞાનીનું કાર્ય નથી.
ગુણભેદના વિકલ્પથી પાર જ્ઞાયકતત્ત્વપણે ધર્મી પોતાને અનુભવે છે, તે
અનુભવમાં ચૈતન્યના અનંતગુણનો અભેદ સ્વાદ છે.
પ૦ અભેદ સમજાવવા માટે ભેદ પાડ્યા પણ લક્ષ તો અભેદનું જ હતું. ભેદના
વિકલ્પમાં અટકતા આત્માનું સાચું સ્વરૂપ અનુભવમાં આવતું નથી. ધર્મી શિષ્ય
ગુણભેદના વિકલ્પથી પણ છૂટો પડીને, એક શુદ્ધ જ્ઞાયકભાવપણે પોતાને દેખે છે.
આવું સ્વરૂપ દેખનાર જીવ તે જ ખરો પંડિત છે. તેની અભેદદ્રષ્ટિમાં ગુણભેદનું
કર્તૃત્વ નથી, માટે ભેદનો અભાવ કહ્યો છે.
પ૧ ભેદને દેખતાં વિકલ્પ ઊઠે છે, ને વિકલ્પનું કર્તૃત્વ અજ્ઞાનમાં છે; માટે જ્ઞાનીને
તેનો અભાવ કહ્યો છે. જ્ઞાન–દર્શન–ચારિત્રની નિર્મળ્ પરિણતિ તો ધર્મીને છે,
તેનો કાંઈ અભાવ નથી; અભેદ આત્માની અનુભૂતિમાં કે ગુણભેદ ગૌણ થઈ
જાય છે, ભેદનું લક્ષ રહેતુ નથી.
પ૨ એક અભેદતત્ત્વની અનુભૂતિમાં બધા ધર્મો સમાઈ જાય છે. આ રીતે અનંત
ધર્મોવાળા એક ધર્મીપણે જ્ઞાની પોતાને અનુભવે છે. જેમા પોતાના અનંતા ધર્મો
એટલે