: ૩૮ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
કે નિર્મળ ગુણ–પર્યાયો સમાયેલા છે એવો એક ધર્મી, તેને અહીં જ્ઞાયકભાવ
કહીને ઓળખાવ્યો છે.
પ૩ આવા જ્ઞાયકભાવને જે શિષ્ય હજી સમજયો નથી પણ સમજવાનો જિજ્ઞાસુ થઈને
‘નિકટવર્તી’ થયો છે; અંદર પોતાના સ્વભાવની નીકટ થયો છે, ને બહારમાં
શ્રીગુરુ પાસે નીકટ આવ્યો છે, આમ ભાવે અને દ્રવ્યે બંને રીતે શિષ્ય નીકટ
વર્તી થયો છે; એવા શિષ્યને અભેદતત્ત્વ સમજાવતાં વચ્ચે ભેદનો વિકલ્પ આવી
જાય છે, પણ જોર અભેદતત્ત્વ તરફ છે; તે અનુસાર શિષ્ય પણ સમજી જાય છે કે
જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ કહ્યા તે માત્ર વ્યવહારથી છે, પરમાર્થ એક તત્ત્વના
અનુભવમાં તે ભેદના વિકલ્પ નથી.
પ૪ ભેદના વિકલ્પનું અવલંબન કાંઈ અંતરના અનુભવનું સાધન થતું નથી.
વિકલ્પને ઓળંગીને સીધા અભેદના અવલંબનવડે નિર્વિકલ્પ આનંદસહિત
આત્મા અનુભવાય છે. આવો અનુભવ કરતાં સમ્યગ્દર્શન થાય છે, તે મોક્ષનું
કર્ણધાર છે.
પપ ભાઈ, આ સમ્યગ્દર્શનરૂપી કર્ણધાર (નાવીક) વગર તારી નૌકાને મોક્ષમાં કોણ
લઈ જશે? સમ્યગ્દર્શન વગર તો તારી નૌકા સંસારસમુદ્રમાં હાલકડોલક થયા
કરશે. માટે પ્રથમ જ્ઞાનીઓએ જેવો કહ્યો તેવા આત્માને લક્ષમાં લઈને
સમ્યગ્દર્શન કર...... તે સમ્યગ્દર્શન તારી નૌકાને ભવસમુદ્રથી પાર કરશે.
પ૬ રાગના એક વિકલ્પનેય મોક્ષનું કારણ માને તે કાંઈ નાની ભૂલ નથી, એ તો
મોક્ષમાર્ગની મોટી ચોરી છે. જેમ રાજાના અંતઃપુરમાં પ્રવેશીને ચોરી કરે તે
રાજનો મોટો ચોર છે; તેમ સર્વજ્ઞદેવના વીતરાગમાર્ગરૂપી જે દરબાર, તેને
અનાદાર કરીને જે જીવ રાગથી ધર્મ માને છે તે ચૈતન્યદરબારનો ચોર છે. તે
મિથ્યાત્વરૂપ ચોરીનું ફળ અનંત સંસારદુઃખ છે. ને તેની સામે ચૈતન્યતત્ત્વને
રાગથી ભિન્ન અનુભવમાં લેતાં સમ્યગ્દર્શનાદિ થાય છે તે મહા મોક્ષસુખનું
દેનાર છે.
પ૭ આવું સમ્યગ્દર્શન લાખો–કરોડો જીવોમાં કોઈકને થાય છે. આવું વિરલ હોવા
છતાં અનંતા જીવો સમ્યગ્દર્શન કરી કરીને મોક્ષ પામ્યા છે. તે સમ્યગ્દર્શન કેમ
થાય? સમ્યગ્દર્શન થતાં આત્મા કેવો અનુભવાય–તેનું આ વર્ણન છે.
પ૮ ચૈતન્યના અમૃતનું આ ઝરણું છે. ચૈતન્યનો સમુદ્ર ઉલ્લસીને તેમાંથી આ રત્નો
નીકળ્યા છે, ભાગ્યવાન જીવ તે પ્રાપ્ત કરે છે.