Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 41 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૩૯ :
પ૯ એક આત્મામાં ધર્મો અનંત છે, તે બધા ધર્મો ભિન્નભિન્ન સ્વાદવાળા–ભિન્ન–
ભિન્ન લક્ષવાળા છે; અભેદ એક આત્માની અનુભૂતિમાં બધા ધર્મોનો સ્વાદ
કિંચિત એકમેક અનુભવાય છે. અભેદ આત્માની અનુભૂતિમાં આત્માના બધાય
ધર્મો સમાઈ જાય છે. ત્યાં કોઈ ભેદ રહેતા નથી કે ‘આ જ્ઞાન, આ દર્શન, આ
આનંદ. ’ માટે જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદ જ્ઞાનીને નથી. સમ્યગ્દર્શન આવા
આત્માની અનુભૂતિ છે.
૬૦ અહા, જ્યાં આત્માની આવી અનુભૂતિ થઈ ને જ્ઞાન સર્વે વિકલ્પોથી છુટું થઈને
પરિણમ્યું, ત્યાં બારઅંગ વગેરેનું જાણપણું હો કે ન હો. એવો કોઈ નિયમ નથી
કે સમ્યગ્દ્રષ્ટિને બારઅંગનું જ્ઞાન હોયજ. આખોય જ્ઞાનનો પિંડ પોતે જ છે–તે
જ્યાં અનુભવમાં આવી ગયો ત્યાં શાસ્ત્રજ્ઞાનના વિકલ્પો તો ક્યાંય રહી ગયા.
૬૧ એકલા શાસ્ત્રનું ભણતર કરતાં કરતાં અનુભૂતિ થઈ જાય–એમ નથી. શાસ્ત્રોમાં
સંતોએ જે સ્વભાવ કહ્યો છે તે સ્વભાવની સન્મુખ થઈને જેણે અનુભવ કર્યો તે
જીવ તરી ગયો, અંતરમાં ભગવાનના ભેટા એને થઈ ગયા. સાચી આત્મવિદ્યા
તેને આવડી ગઈ.
૬૨ અહા, આવા અનુભવની તો શી વાત! અનુભવની આવી વાત સાંભળવા મળવી
તે પણ કોઈ મહાન ભાગ્ય છે. અરે જીવ! સંતો તને ભગવાન કહીને બોલાવે છે.
તારું સ્વરૂપ ભગવાન એટલે મહિમાવંત છે–કે જેની સન્મુખ થતાં અનંતગુણનો
સમુદ્ર આનંદના હીલોળે ચડે છે.
૬૩ આવા આનંદની અનુભૂતિમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગેરે કોઈ ભેદના વિકલ્પો
નથી. જ્ઞાની પોતાના જ્ઞાનભાવમાં વિકલ્પને આવતા દેતા નથી એટલે વિકલ્પ
સાથે તેને કર્તા–કર્મપણું નથી. ભાઈ, તારા ઉપયોગની દિશાને એકવાર આવા
સ્વભાવ તરફ ફેરવી નાંખ.
૬૪ ‘ચાંપો’ વિકારના દ્રશ્યને દેખી ન શક્્યો ને આંખ ફેરવી નાંખી. –એની મા
શરમાઈને બળી ગઈ. તે દ્રષ્ટાંતે અહીં ચૈતન્યરૂપી ચાંપો, વિકાર તરફની દ્રષ્ટિ
ફેરવીને પોતાના સ્વભાવની સન્મુખ થાય છે. પણ આવી વીતરાગદશારૂપી
ચાંપા રાગાદિ વિકારમાં ન પાકે, એ તો ચૈતન્યના સ્વભાવના સેવનથી જ પાકે.
ચાંપા જયાં–ત્યાં ન પાકે એ તો એની ખાનદાન માતાની કુંખે જ પાકે. તીર્થંકર
તો એની માતાની કુંખે જ અવતરે, એવી માતા કાંઈ ઘરેઘરે ન હોય. તેમ
પુણ્યમાં ને ભેદના વિકલ્પમાં