Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 64

background image
: ૪૦ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
કાંઈ ચૈતન્યદશાના ચાંપા ન પાકે, એ તો ચિદાનન્દ એકરૂપ સ્વભાવના સેવનથી
જ પાકે. અભેદ આત્મસ્વભાવમાં દ્રષ્ટિ કરે ને સમ્યક્ત્વરૂપ આનંદપુત્રનો
અવતાર ન થાય એમ બને નહિ. આવી દ્રષ્ટિ વગર શુભરાગના બીજા લાખ–
કરોડ–અનંત ઉપાય કરે તોપણ સમ્યગ્દર્શન થાય નહિ.
૬પ સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ–શ્રાવક અંતરમાં આત્માની ઉપાસના વડે આનંદનો સ્વાદ લ્યે.
છે; પણ તે ભૂમિકામાં હજી રાગ બાકી છે, તેથી વ્યવહારમાં દેવ–ગુરુની પૂજા
ઉપાસના દાન–સ્વાધ્યાય વગેરે હોય છે. પણ તેમાં જે રાગ છે તેને તે ધર્મી
પોતાના ચૈતન્યભાવમાં જરાય આવવા દેતો નથી.; રાગને અને ચૈતન્યભાવને
જુદે જુદા રાખે છે.
૬૬ નવા ગ્રૈવેયક સુધીના ભોગ જેનાથી મળે એવા પુણ્ય જીવે અનંતવાર કર્યાં, પણ
રાગના જ વેદનમાં ઊભો રહ્યો એટલે બહિરાત્મા જ રહ્યો, તેથી કિંચિત સુખ તે
ન પામ્યો, મંદ રાગ પણ કાંઈ સુખ નથી, રાગમાત્ર દુઃખ જ છે. સુખ રાગથી
ભિન્ન ચૈતન્યની શાંતિમાં જ છે. ચૈતન્યના અનુભવ વિના એ સુખ કદી પ્રગટે
નહિ.
૬૭ અહા, સમ્યગ્દ્રષ્ટિને ‘ઈષત સિદ્ધ’ નાનકડા સિદ્ધ કહ્યા છે. મુનિ તો પંચપરમેષ્ઠીમાં
ભળી ગયા–એના મહિમાની તો શી વાત! પણ સમ્યગ્દ્રષ્ટિ અવ્રતીનેય ‘ઈષત
સિદ્ધ’ (નો સિદ્ધ) કહીને સિદ્ધભગવંતોની નાતમાં લીધા છે. અમૃતચંદ્રાચાર્યે
તત્ત્વાર્થ સારમાં એ વાત કરી છે. (શ્લોક ૨૩૪) નોસિદ્ધ એટલે ઈષત્ સિદ્ધ
અર્થાત્ નાનકડા સિદ્ધ. સમ્યગ્દર્શન થતાં જીવ અલ્પકાળમાં સિદ્ધપદ પામે છે.
૬૮ વૈશાખ સુદ બીજની સવારમાં, બીજ અને પૂનમની વચ્ચે બેઠેલા ગુરુદેવે અત્યંત
ધીર–ગંભીર ધ્વનિથી મંગળ સંભળાવતાં કહ્યું કે– (સમયસારની પહેલી ગાથા):
આ અપૂર્વ મંગળદ્વારા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કર્યો છે. અનંત સિદ્વ
ભગવંતોને લક્ષમાં લઈને તેમનું સન્માન કરતાં, બહુમાન કરતાં તેમને આત્મામાં
સ્થાપીને નમસ્કાર કરતાં, રાગથી હટીને પોતાના શુદ્ધઆત્મા ઉપર લક્ષ જાય છે,
એટલે સ્વસન્મુખતા થતાં ભેદજ્ઞાનરૂપી બીજ ઊગે છે, અને પછી તેમાં એકાગ્રતા
વડે કેવળજ્ઞાનની પૂર્ણિમાં ઊગે છે. આ રીતે બીજ ઊગીને આત્મા પૂર્ણતાને પામે
તે અપૂર્વ મંગળ છે.
(વૈશાખ સુદ બીજનું પ્રવચન આ અંકમાં જુદું આપ્યું છે.)