: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૪૧ :
૬૯ જે ભેદજ્ઞાન છે તે આસ્રવોથી નિવૃત્ત છે, એટલે શું? શું ત્યાં રાગ થતો જ નહિ
હોય? એમ નથી; રાગાદિ થાય છતાં જ્ઞાન તેનાથી જુદું ને જુદું જ રહે છે. જ્ઞાન
જ્ઞાનપણે જ રહે છે, ને આસ્રવના કોઈ અંશને પોતામાં આવવા દેતું નથી. માટે
તે જ્ઞાન આસ્રવોથી છૂટેલું જ છે.
૭૦ જ્ઞાન કદી રાગાદિભાવોમાં પોતાપણે વર્તે નહિ, ને રાગાદિમાં જે પોતાપણે વર્તે
તેને જ્ઞાન કહેવાય નહિ.
૭૧ રાગનો કોઈ અંશ જેને ગમે છે તેને જ્ઞાનનો પ્રેમ નથી અને તેનું જ્ઞાન રાગથી
છૂટયું નથી. રાગ અને જ્ઞાન વચ્ચે અત્યંત જુદાઈ જે જાણે છે તે જ્ઞાન સદા
જ્ઞાનપણે વર્તે છે, રાગમાં કદી તન્મય થતું નથી.
૭૨ સંસારમાં સંસરણરૂપ જે ક્રિયા છે તે ક્રિયા પરમધર્મના ફળમાં મળતી નથી, માટે
‘પરમધર્મ’ નિષ્ફળ છે. અજ્ઞાનીની અજ્ઞાનક્રિયા સફળ છે, કેમકે તેના ફળમાં
સંસાર પરિભ્રમણ થાય છે. (પ્રવચનસાર ગા. ૧૧૬)
૭૩ આત્મજ્ઞાન વીતરાગી છે, તેના ફળમાં મોક્ષસુખ અને પરમઆનંદ પ્રગટે છે, તે
અપેક્ષાએ તે સફળ છે. અને અજ્ઞાનીની શુભક્રિયાઓ કદી મોક્ષફળ આપતી નથી
માટે તે નિષ્ફળ છે.
૭૪ રાગની રુચિવાળાને જ્ઞાનનો વીતરાગી સ્વાદ આવતો નથી. જેમ ભમરો ફૂલની
સુગંધ લેવા ગયો પણ નાકમાં દુર્ગંધની ગોળી રાખીને ગયો, તેને ફૂલની સુગંધ
ક્્યાંથી આવે? તેમ જીવ ધર્મ કરવા માંગે છે, સુખી થવા માંગે છે, પોતાના
અંતરમાં તે સુખ ભર્યું છે, પણ અંતરમાં રાગની ને પુણ્યની રુચિ રાખીને સુખનો
સ્વાદ આવી શકે નહિ. એકવાર જ્ઞાનમાંથી બધા રાગની રુચિ કાઢી નાંખ,
જ્ઞાનથી રાગને સર્વથા જુદો પાડ, તો જ જ્ઞાનના અતીન્દ્રિયસુખનો સ્વાદ તને
આવશે.
૭પ રાગથી ભિન્ન ચૈતન્યના સ્વાદ વગરનો જીવ નવમી ગ્રૈવેયક સુધી જાય કે
નિગોદમાં હોય–તે બધા જીવો રાગાદિનો જ સ્વાદ લઈ રહ્યા છે; રાગથી ભિન્ન
ચૈતન્ય તત્ત્વને જે જાણતો નથી એને રાગ વગરના સુખનો સ્વાદ ક્્યાંથી આવે?
૭૬ પુણ્ય કરીને અજ્ઞાની જીવ વિમાનવાસી દેવ થાય તોપણ તેથી કાંઈ તે સુખી થઈ
જતો નથી, સમ્યગ્દર્શન વગર ત્યાં પણ તે દુઃખી જ છે. છહઢાળમાં કહ્યું છે કે–