: ૪૨ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
જો વિમાનવાસી હૂ થાય, સમ્યક્દર્શન બિન દુઃખ પાય;
તહઁતેં ચય એકેન્દ્રિ તન ધરૈ, યોં પરિવર્તન પૂરે કરૈ.
સમ્યગ્દર્શન વગર ભવપરિભ્રમણનો કદી અંત ન આવે.
૭૭ સમ્યગ્દર્શન શું છે? અને તે કેમ થાય? તેનો અફર મંત્ર સમયસારની ૧૧મી
ગાથામાં આચાર્યદેવે બતાવ્યો છે. (અહો! આ ગાથાના પ્રવચન દ્ધારા ગુરુદેવ
સમ્યક્ત્વનું જે સ્વરૂપ ખોલી રહ્યા છે તે સમજતાં અત્યારે જ સમ્યગ્દર્શન પામી
જવાય તેવું છે. અત્યારે તો ધર્મનો કાળ છે, ધર્મની પ્રાપ્તિનો અવસર છે.)
૭૮ અરે, ચૈતન્યતત્ત્વના ભૂતાર્થસ્વભાવમાં અચેતનતા કેવી? તેમાં રાગનો વિકલ્પ
કેવો? ચૈતન્યતત્ત્વ પાસે રાગનું કામ કરાવવું–એ તો તેને મારી નાંખવા જેવું છે.
ભાઈ, ચૈતન્યના સ્વભાવમાં રાગાદિભાવો છે જ ક્્યાં, કે તે રાગનો કર્તા થાય?
આવા સ્વભાવની અનુભૂતિ–જ્ઞાન–શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
૭૯ શુદ્ધનયને આત્મા કહ્યો છે, કેમકે તે શુદ્ધનયની પરિણતિ રાગથી જુદી પડીને
અંદરના ભૂતાર્થસ્વભાવમાં એકમાં અભેદ થઈ છે. ધર્મીને દ્રવ્ય–પર્યાય બંનેનું
સાચું જ્ઞાન છે, પણ પર્યાયના ભેદનો આશ્રય તેને નથી.
૮૦ અહા, આવા આત્માના લક્ષ વગરનું જીવન નિરર્થક છે. જૈનશાસન આવા
આત્માના અનુભવમાં સમાય છે.
કોઈ કહે–પર્યાયમાં અશુદ્ધતા છે ને!
તો કહે છે કે ભાઈ, અશુદ્ધતા છે તેની તો ખબર છે, પણ એ જ વખતે
અશુદ્ધતાથી પાર જે ચૈતન્યસ્વભાવ પણ સત્યપણે વિદ્યમાન છે, તે સ્વભાવની
સન્મુખ થઈને જો તો તને તારો આત્મા શુદ્ધ દેખાશે; ત્યાં પર્યાયમાં પણ એકલી
અશુદ્ધતા નહિ રહે; ભૂતાર્થનો અનુભવ કરનારી પર્યાય પણ રાગથી છૂટી પડીને
શુદ્ધ થશે–એટલે કે સમ્યગ્દર્શનાદિ થશે. સમ્યગ્દર્શન સાથે મહા આનંદ થાય છે,
આત્મામાં મોક્ષની છાપ લાગી જાય છે.
૮૧ હે ગુરુદેવ! અમને જિનમાર્ગમાં લેવા માટે, અને અમને સમ્યક્ત્વ દેવા માટે જ
આપનો વિદેહથી અહીં અવતાર થયો છે........ આપના જન્મને અમે અમારા