Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 45 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૪૩ :
સમ્યક્ત્વનો જ જન્મ માનીએ છીએ. તેથી એ જન્મોત્સવ ઉજવતાં આત્મા સાચા
આનંદથી ઉલ્લસિત થાય છે.
૮૨ આપના પ્રતાપે અનેક જીવોના અંતરમાં ધર્મની પરિણતિ જાગી રહી છે, ને
બહારમાં પણ ધર્મપ્રભાવનાના એક–એકથી ચડિયાતા પ્રસંગો બન્યા કરે છે. એ
રીતે આપના દ્ધારા અંર્ત અને બાહ્ય બંને રીતે સદૈવ વૃદ્ધિગત થઈ રહેલી
તીર્થભાવના જ્યારે તેની ઉત્કૃષ્ટ પરકાષ્ટાએ પહોંચશે ત્યારે અમે આપને બદલે
એક તીર્થંકર પરમાત્માને સાક્ષાત્ દેખીશું..... અને સાથે દેખીશું ગણધરાદિ
સમસ્ત વૈભવને! એ વખતનો આપનો આત્મવૈભવ અને આપનો ધર્મપરિવાર
કોઈ અજબ–ગજબના હશે.
૮૩ જેમના પ્રતાપે જિનેન્દ્ર ભગવાનના પંચકલ્યાણક ઉજવવાનું સુભાગ્ય મળ્‌યું, અને
જેમની ૮૩ મી જન્મજયંતિનો મંગલ ઉત્સવ પણ આનંદપૂર્વક અપૂર્વ ભાવથી
ઊજવ્યો, તે મંગલકારી ગુરુદેવના ચૈતન્યબગીચામાંથી ચૂંટેલા આ ૮૩ પુષ્પોની
મંગલમાળા આત્મધર્મના જિજ્ઞાસુઓને ધર્મપ્રેમસહિત સમર્પણ કરું છું. બંધુઓ,
આ પુષ્પમાળાની સુંગધ તમારા ચૈતન્યરસને પુષ્ટ કરશે, તેના ભાવોના ઘોલન
વડે તમને ભેદજ્ઞાન થશે..... અને ત્યારે આનંદના કોઈ અપૂર્વ ભાવસહિત દેવ
ગુરુ પ્રત્યે શ્રદ્ધાંજલિ નીકળશે. એવા ભાવે ગુરુદેવ પ્રત્યે આ માળા દ્વારા મંગળ
અંજલિ અર્પણ કરું છું. –બ્ર હરિલાલ જૈન
* તે કોણ? *
રૂડો–રૂપાળો છે, ને વળી ધનવાન છે.... છતાં પ્રશંસનીય નથી..... તે કોણ?
કાળો કુબડો–ઠુંઠો છે, લંગડો ને વળી ગરીબ છે.... છતાં પ્રશંસનીય છે..... તે કોણ?
તત્ત્વજ્ઞાનતરંગિણીમાં શ્રી જ્ઞાનભૂખણ ભટ્ટારક તેનો ઉત્તર આપે છે કે–
જે મનુષ્ય શુદ્ધચિદ્રૂપની ચિંતામાં અનુરકત છે તે, ભલે કદાચ કાળો કૂબડો
હોય, કાનબટ્ટો હોય, આંઘળો હોય, ઠીંગણો હોય, ખુંધો હોય, નાકકટ્ટો હોય,
કર્કશ અવાજવાળો હોય, ઠુંઠો હોય, તોતડો હોય, લંગડો હોય, ધનરહિત
ગરીબ હોય, મંદબુદ્ધિ હોય, બહેરો હોય, કોઢિયો હોય, –ગમે તેવો હોય તો
પણ ઉત્તમ જ્ઞાનીઓ વડે શુદ્ધચિદ્રૂપના ચિંતનવાળો તે મનુષ્ય પ્રશંસનીય છે;
શુદ્ધચિદ્રૂપના ચિંતન વગરનો પણ બીજો જીવ ભલે રૂડો–રૂપાળો–ધનવાન ને
બુદ્ધિમાન હોય તો પણ જ્ઞાનીઓ તેને પ્રશંસનીય કહેતા નથી.
(તત્ત્વજ્ઞાન તરંગિણી ૨–૧૧)