Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 46 of 64

background image
: ૪૪ : આત્મધર્મ : દ્વિ. વૈશાખ: ૨૪૯૮
“ઊગી છે મારે આનંદની બીજ”
(ફત્તેપુર: વૈશાખ સુદ બીજનું પ્રવચન)
આ ૭૨ મી ગાથામાં આત્માને ભગવાન કહ્યો છે. જ્ઞાનસ્વરૂપી આત્મા
છે તે ભગવાન છે, અને રાગાદિ ભાવો તેનાથી જુદા છે. આવા ભેદજ્ઞાનવડે
આત્મા આસ્રવોથી છૂટે છે. એટલે જ્ઞાનવડે જ આસ્રવ રોકાય છે. આવું જ્ઞાન તે
મંગળ છે.
આવું ભેદજ્ઞાન થતાં અંતરમાંથી અતીન્દ્રિય આનંદનો કણ આવે છે. ને
અખંડ જ્ઞાનસમુદ્ર પોતે આનંદના તરંગરૂપે ઉલ્લસે છે. આનંદના ઝૂલામાં
ઝૂલનારા સંત કુંદકુંદાચાર્યદેવ આ સમયસારમાં કહે છે કે ભાઈ! તારો
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તો અત્યંત પવિત્ર છે, ને રાગાદિ પુણ્ય–પાપ–
ભાવો તો અશુદ્ધ–અપવિત્ર છે. આમ બંનેની ભિન્નતા ઓળખતાંવેંત જ્ઞાન
પોતાના આત્મસ્વભાવમાં અભેદ થઈને પરિણમે છે ને રાગને છોડી દે છે.
એટલે જ્ઞાનવડે જ સંસારથી છૂટકારો ને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવા
જ્ઞાનરૂપી જે બીજ ઊગી તે અતીન્દ્રિય આનંદસહિત ઊગી છે, તે મંગળ છે.
ગુરુદેવ દસ–બાર હજાર મુમુક્ષુઓની ભવ્યસભાને ચૈતન્યરસના
આનંદમાં ઝુલાવી રહ્યા છે. નીચે ઉજ્વલ–ધવલ મહાન બીજ, અને ઉપર
ચૈતન્યતેજથી ચમકી રહેલી પૂનમ વચ્ચે બિરાજમાન ગુરુદેવ સતીના દ્રષ્ટાંતે
ધર્માત્માની ધર્મપરિણતિનું વર્ણન કરતાં ભાવભીની વાણીમાં ગાય છે કે–
લગની બાંધી મારા આતમદેવની સાથ.....રે.......
....હવે સંસારના પ્રેમ હું નહીં કરું....... ,
નહીં કરું રે..... નહીં કરું... હું રાગના પ્રેમ હવે નહિ કરું.
લગની લાગીમારા ચૈતન્યપ્રભુની સાથ......
હવે પુણ્યના પ્રેમ હું નહીં કરું..... રે.....
પોતાના ચૈતન્યના એકત્વમાં શોભતો આત્મા બીજાનો પ્રેમ કેમ કરે?