Atmadharma magazine - Ank 343
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 47 of 64

background image
: દ્વિ. વૈશાખ: ૨૪૯૮ આત્મધર્મ : ૪૫ :
એકત્વમાં શોભતો આત્મા પરને સ્પર્શતો નથી. પરથી ખસીને આવા એકત્વમાં
વસતાં આત્માને સમ્યગ્દર્શન સહિત આનંદની બીજ ઊગે છે, તે મહા મંગળ છે.
પાંચ પાંડવ મુનિભગવંતો શેત્રુંજય ઉપર ધ્યાનમાં ઊભા છે ને અગ્નિનો
ઉપસર્ગ થાય છે. તે વખતે યુધિષ્ઠિર–ભીમ–અર્જુન એ ત્રણ તો નિર્વિકલ્પ ધ્યાન
વડે આનંદમાં મગ્ન થઈને કેવળજ્ઞાન પામે છે. પણ બીજા બે મુનિવરોને
વિકલ્પ આવ્યો કે યુધિષ્ઠિર વગેરેનું શું થયું હશે! એક સાધર્મી મુનિવરો
પ્રત્યેનો આવો શુભવિકલ્પ ઊઠતાં તેમને એક ભવ કરવો પડ્યો, ને કેવળજ્ઞાન
ન થયું. શુભવિકલ્પ પણ સંસારનું કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી.
વિકલ્પથી જુદું પડેલું જ્ઞાન જ મોક્ષનું કારણ છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેનો સ્વાદ તો આનંદરૂપ છે, તેમાં દુઃખ નથી;
અને રાગના વેદનમાં તો દુઃખ છે, તે દુઃખનું જ કારણ છે...... આત્મા પોતે
સુખસ્વરૂપ અને સદાય જેના સેવનથી સુખ જ થાય –એવો સુખકારણરૂપ છે,
તે ભગવાન છે, તેના સેવનમાં રાગની ઉત્પત્તિ ન થાય, તેના સેવનમાં તો
અતીન્દ્રિય સુખ જ થાય. આવા આત્માની રુચિ–પ્રીતિ કરીને તેની વાત
સાંભળવી તે પણ મંગળ છે. અનંત સર્વજ્ઞ પરમાત્માએ અને દિગંબર સંતોએ
જે માર્ગ કહ્યો તે જ પરમ સત્ય માર્ગ છે, અને તે જ માર્ગ અહીં કહેવાય છે.
રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માની સેવા કરવી તે જ સુખનો માર્ગ છે, તે જ
સર્વજ્ઞનો અને દિગંબર–સંતોનો માર્ગ છે. રાગના સેવનવડે કદી સુખનું વેદન
થાય નહિ; તેમાં તો દુઃખ છે. રાગ પોતે રાગને જાણતો નથી. રાગને જાણનાર
તો તું પોતે રાગથી જુદો જ્ઞાનસ્વરૂપ છો.
અરે જીવ! આવું ભેદજ્ઞાન તો એકવાર કર. જ્ઞાનની બીજ ઉગાડીશ તો
પૂનમ જરૂર થશે. ભેદજ્ઞાન થતાં અનાદિનાં અંધારા ટળ્‌યા ને આનંદની બીજ
ઊગી છે, જ્ઞાનપ્રકાશ ખીલ્યો છે તે મંગળ છે. અને તે આનંદની બીજ વધીને
કેવળજ્ઞાનરૂપી પૂનમ ઊગશે.
* * *
આત્મા આનંદસ્વભાવ છે, તેને ભૂલીને મારો સ્વભાવ અને રાગ બંને