આત્મા છે તે સ્પષ્ટ–પ્રકાશમાન જ્યોતિ છે; પોતે પોતાને પ્રકાશવામાં –
જાણવામાં–વેદન કરવામાં કોઈ બીજાની કે રાગની જરૂર પડે નહિ, સ્વયં
પોતે પોતાને પ્રત્યક્ષ જાણે છે– એવો આત્માનો સ્વભાવ છે. આવા
એકસ્વભાવપણે આત્માને લક્ષમાં લઈને અનુભવ કરતાં તે શુભ–અશુભ
કષાયો વગરનો શુદ્ધપણે અનુભવાય છે. આવો અનુભવ કરનાર કહે છે
કે ‘હું એક જ્ઞાયકભાવ છું’ . ચોથા ગુણસ્થાને મતિ–શ્રુતના સ્વસંવેદનમાં
આત્મા પ્રત્યક્ષ થઈ ગયો છે.
જે દેખે છે તેને કષાય વગરનો પરમ શાંતરસમાં તરબોળ આત્મા
અનુભવાય છે; આવા આત્માને દેખનારી દ્રષ્ટિમાં રાગાદિ તો નથી, ને
પર્યાયભેદ કે ગુણભેદના વિકલ્પો પણ તેમાં નથી. આત્મા બંધાયેલો હતો
ને છૂટયો–એવા બંધ મોક્ષના વિકલ્પો શુદ્ધદ્રવ્યની અનુભૂતિમાં નથી.
કાંઈ રાગનું કામ નથી, તે તો જ્ઞાનનું કામ છે. તો જ્ઞાનસ્વરૂપ આત્મા
પોતે પોતાનું સ્વરૂપ કેમ ન સમજે? રાગમાં કાંઈ સ્વને કે પરને
સમજવાની તાકાત નથી કેમકે તેનામાં ચેતનાસ્વભાવ નથી. આત્મા
પોતે પોતાના સ્વરૂપને કષાયોથી ભિન્ન અનુભવીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર પર્યાયરૂપે પરિણમે છે, તે નિર્મળપર્યાયમાં સ્થિત આત્માને
સ્વસમય કહીએ છીએ; તેને જ શુદ્ધ કહીએ છીએ. રાગાદિમાં પોતાપણું
જાણીને તેમાં જે સ્થિત છે તે પરસમય છે. રાગમાં સ્થિતને જડમાં સ્થિત
કહ્યો છે, કેમકે રાગને ચેતનપણું નથી પણ જડસ્વભાવપણું છે.
જ્ઞાનથી વિરુદ્ધ છે માટે તે જડ છે. જે જ્ઞાનસ્વભાવને અનુભવમાં લ્યે તેને
જ વિકલ્પનું અચેતનપણું ખરેખર સમજાય. વિકલ્પથી જુદા જ્ઞાનને જે
દેખતો નથી તેને તો