શીતલ જલ રહેવાથી કમળ સૂકાતું નથી, તેવી રીતે ઉપવાસની ગરમી રહેવા છતાં પણ
ધર્મકથારૂપી શીતલ અમૃત હોવાથી તેમને ઉપવાસના તાપનો અનુભવ બિલકુલ નથી થતો.
એમ તેઓ સમજે છે. એવી રીતે સ્ત્રીઓ પણ જ્યારે ક્્યારેક ભરતને જોતી અથવા તેમની સાથે
વાતચીત કરતી ત્યારે પોતાના પતિ સમજીને નહોતી બોલતી પણ ધર્મોપદેશ દેનારા આચાર્ય છે
એ રીતે સમજીને જોતી અને બોલતી.
ઉપવાસવ્રતથી તો ગ્લાનિ નથી થઈને?
સુખનો અનુભવ થશે, તો ગ્લાનિ કયા ઘરની?
બહારના વિષયોમાં ભટકતા થકા અમોએ અનંત ભવભ્રમણ કર્યા પરંતુ આપના સંસર્ગથી અમને
આ રાજમાર્ગ મળ્યો છે. સ્વામી! સ્ત્રીઓની સ્વાભાવિક ઈચ્છાઓ પુત્રો પામવાની, સારા સારા
વસ્ત્રો પહેરવાની અને સુંદર આભૂષણો ધારણ કરવાની થયા કરે છે, પરંતુ તે ઈચ્છાઓ છોડાવી
દઈને આપે અમને નિત્ય સુખનો માર્ગ બતાવ્યો છે. સાચોસાચ આપ મોક્ષરસિક છો. હે
પર્વદિનાચાર્ય! ઉપવાસનું કષ્ટ તો જવા દો, હવે આપ ધર્મામૃતનું પાન કરાવો, એ અમારા
લોકોની પ્રાર્થના છે. એમ કહીને વિનયવતી ને વિદ્યામણિ નામની બે રાણીઓને આગળ બેસાડીને
બધી સ્ત્રીઓએ ધર્માપદેશ સાંભળ્યો.
ત્રણ પડની થેલીમાં આપણે કાંઈ ભરીને રાખીએ છીએ