અગ્રભાગમાં મોક્ષશીલા છે, તેના પર અવિનશ્વર, અવિચલ, અનંતસિંદ્ધ બિરાજમાન છે. આપણે
જ્યાં રહીએ છીએ તે મધ્યમ લોક છે. હે શ્રાવકી! આ મધ્યલોકની નીચે અધોલોક છે. આ ઉર્ધ્વ,
મધ્ય અને અધો નામના ત્રણ લોકમાં જીવ બધેય ભરેલા છે, અને સુખ–દુઃખનો અનુભવ કરે છે.
ઉર્ધ્વલોકવાસી દેવોને આદિ લઈને નીચેના જે જીવ છે તેઓ બધા જન્મ–મરણનાં દુઃખ અનુભવે
છે. પરંતુ સાંભળો, સિદ્ધોને જન્મ–મરણનું દુઃખ નથી.
અનેક પ્રકારની પર્યાયો કર્મના કારણે પ્રાપ્ત થાય છે. આ જીવ ક્્યારેક દરિદ્ર કહેવાય છે, ક્્યારેક
ધનિક કહેવાય છે, ક્્યારેક સ્ત્રી થઈને અવતરે છે, ક્્યારેક પુરુષ થઈને. આ પ્રકારે કર્મના
સંયોગથી એ અનેક પ્રકારે દુઃખોનો અનુભવ કરે છે.
તેનો માર્ગ બતાવો.
પોતાની સામે જિનેન્દ્ર ભગવાનની ને સિદ્ધોની પ્રતિકૃતિ રાખીને ઉપાસના કરવી તે ભેદભક્તિ છે.
પોતાના આત્મામાં જ તેમને બિરાજમાન કરીને ઉપાસના કરવી તે અભેદભક્તિ છે. વિશેષ શું?
પહેલાંં તો ભેદભક્તિના જ અભ્યાસની જરૂર છે. ભેદભક્તિ બરાબર અભ્યાસ થયા પછી
અભેદભક્તિનો અભ્યાસ કરે તો કર્મનો નાશ થઈ શકે છે. કર્મનો નાશ કરવા માટે
અભેદભક્તિપૂર્વક આરાધનાની જ પરમ આવશ્યકતા છે.