લાગતું. તે દિવ્યભક્તિ સંબંધી અમને ખાસ કરીને સમજાવી દો.
તે અભેદભક્તિ છે. આ આત્મા હાલ શરીરપ્રમાણે છે. શરીરની અંદર રહેવા છતાં પણ તેનાથી
જુદો છે. પુરુષાકારરૂપ છે, ચિન્મય છે. એને એવો જાણીને દેખે તો તેનું દર્શન થાય છે. એક
સ્ફટિકની શુદ્ધ પ્રતિમા જેવી રીતે ધૂળની રાશિમાં રાખવા છતાં દેખાય છે તેવી રીતે આ દેહરૂપી–
ધૂળની રાશિમાં આ શુભ્ર આત્મા ઢંકાએલો છે–એમ જાણીને તેને જોવાનો જો પ્રયત્ન કરવામાં
આવે તો તે અંદર દેખાય છે. સ્ફટિકની પ્રતિમા ચર્મચક્ષુથી દેખી શકાય છે, હાથોથી સ્પર્શી શકાય
છે, પરંતુ આ કોઈ વિલક્ષણ મૂર્તિ છે, તે નથી ચર્મચક્ષુથી દેખી શકાતી કે નથી હાથથી સ્પર્શી
શકાતી. તેને તો આકાશના રૂપમાં બનાવેલી સ્ફટિકની મૂર્તિ સમજો. તેને જ્ઞાનચક્ષુથી જ જોવી
પડશે.
એકાંતવાસમાં જઈને આંખો મીંચીને તેનું ચિંતન કરો, તો તે અવસ્થામાં તે અત્યંત શુભ્રરૂપે
બનીને જ્ઞાનમાં અવતરિત થઈ દેખાય છે. તેને જોવાનો પ્રયત્ન કરે તોપણ તે એક જ દિવસમાં
નથી જોઈ શકાતો. અભ્યાસ કરતાં કરતાં ક્રમેક્રમે તેનું દર્શન થાય છે. પરંતુ એ ચોકકસ છે કે
એકાદ દિવસમાં તે ન દેખાય તોપણ આલસ્ય કર્યા વગર પૂરતો પ્રયત્ન કરવો જોઈએ.
અભવ્ય તેનો સ્વીકાર કરતો નથી.
એનું રહસ્ય જરા અમને સમજાવી દો.