Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
:૧૦: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
કે કહેવામાં બે પ્રકાર દેખાય છે પણ વિચાર કરતાં એક જ છે, કારણ બંનેના અવલંબનરૂપે આત્મા
એક જ છે.
ભક્તિનો અભ્યાસ કરતી અથવા ધ્યાન કરતી વખતે જો આત્મપ્રકાશ અલ્પ પ્રમાણમાં
દેખાય તો તેને ધર્મધ્યાન સમજવું જોઈએ, જો વિશિષ્ટ પ્રકાશ થયો તો તેને શુક્લધ્યાન
સમજવું જોઈએ. દેવી! એક વર્ષાકાળનો તાપ છે ને બીજો ગ્રીષ્મ કાળનો તાપ છે. એટલું જ
બંનેમાં અંતર છે.
જે આ ભવમાં મુક્તિ પ્રાપ્ત કરવાવાળા છે તેમને શુક્લધ્યાનની પ્રાદ્રિ થાય છે; જે ક્રમે
પોતાનું કર્મસંતાન નાશ કરીને મુક્તિ થશે તેમને ધર્મયોગની પ્રાદ્રિ થશે. સ્ત્રીઓને આ જન્મમાં જ
મુક્તિ પ્રાપ્ત નહિ થાય, કેમકે તેમને સ્ત્રીપર્યાયમાં શુક્લ ધ્યાનની પ્રાપ્તિ નથી થતી; પણ તેથી
નિરાશ થવાની જરૂર નથી. ધર્મયોગને સ્ત્રીઓ પણ ધારણ કરી શકે છે. તેના પર વિશ્વાસ લાવો.
દેવી! સમવસરણમાં કેટલીયે અર્જિકાઓ અને સંયમી શ્રાવિકાઓએ શ્રી ભગવાન ઋષભદેવ
ઉપદેશથી આ ધર્મયોગને પ્રાપ્ત કર્યો છે.
આ ધર્મયોગથી સ્ત્રીપર્યાયનો નાશ થાય છે, નિશ્ચયી દેવગતિની પ્રાપ્તિ થાય છે તેમ જ ક્રમે
મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. આ જિનેન્દ્રની આજ્ઞા છે, એના પર નિશ્ચયથી વિશ્વાસ લાવો.
ઉપર્યુક્ત ઉપદેશથી પ્રસન્ન થઈને વિધામણિ બેસી ગઈ, તે વખતે વિનયવતી નામની
રાણી ઊઠીને ઊભી રહી અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગી. સ્વામી! દેવ ગતિમાં જઈને જન્મ
લેવા માટે કયા ભાવની જરૂર છે અને કયા સામેથી ભાવોથી મનુષ્યપણે ઉત્પન્ન થવાય છે? એ
વાતો જરા અમને સમજાવો.
સમ્રાટે કહ્યું કે દેવી! પુણ્યમય ભાવોથી સ્વર્ગથી પ્રાપ્તિ થાય છે. પાપ વિચારોથી નરક તે
તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે પુણ્ય ને પાપ બન્ને વિચારોથી સમતાથી મનુષ્યગતિ મળે છે.
એવામાં વિનયવતી ફરી હાથ જોડીને કહેવા લાગી કે પુણ્યભાવ કયા સાધનોથી મળે?
અને પાપવિચારના કારણ શું? એ વાતો સ્પષ્ટરૂપે સમજાવવાની કૃપા કરો.
દેવી! સાંભળો. દાન દેવું, પૂજા કરવી, વ્રતોનું આચરણ કરવું, શાસ્ત્રોનું