Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 45

background image
:૧૨: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
સ્વચ્છ થાય છે, તેવી રીતે પુણ્ય અને પાપને આત્મયોગરૂપી પાણીથી ધોઈને દૂર કરવાથી આત્મા
પોતાના સ્વરૂપમાં અર્થાત્ મુક્તિમાં લીન થાય છે.
દેવી! પાપ–પુણ્યનો ત્યાગ એકદમ નથી થઈ શકતો. પહેલાંં મનુષ્યે પાપક્રિયાઓ છોડવી
જોઈએ અને પુણ્યક્રિયાઓમાં પોતાની પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે તેની સિદ્ધિ થઈ જાય ત્યારે
પુણ્યક્રિયાઓનો પણ ત્યાગ કરી દેવો જોઈએ. જેવી રીતે ધોબી કપડાં સાફ કરવા માટે પહેલાંં તેને
મસાલાના પાણીમાં પલાળી રાખે છે, ત્યાર પછી નિર્મળ પાણીથી ધૂએ છે ત્યારે તે વસ્ત્ર નિર્મળ
થાય છે. કેવળ મસાલાના પાણીમાં ડૂબાડી રાખવાથી જ તે કપડું નિર્મળ થઈ શકતું નથી. એવી
રીતે પહેલાંં પુણ્યવાસના દ્વારા પાપવાસનાનો નાશ કરવો જોઈએ. કેવળ એટલાથી જ કામ નહિ
થાય; પરંતુ પુણ્યવાસનાને પણ આત્માયોગથી ધૂએ તો જ આત્મા જગત્પૂજય બની શકે. અહીંયાં
વસ્ત્રના મેલના સ્થાને પાપ છે. મસાલાના સ્થાને પુણ્ય છે, અને સ્વચ્છ પાણીના સ્થાને
આત્મયોગ છે. પહેલાંં કંઈક પુણ્ય સંપાદન કરવું ઉચિત છે. આત્મયોગમાં જેઓ રત છે તેને
પુણ્યની કાંઈ જરૂર નથી. તેથી મેં તમને કહ્યું હતું કે પુણ્ય અને પાપ સમદ્રષ્ટિથી જુઓ. દેવી! આ
જિનેન્દ્રનું વાક્્ય છે, એના પર શ્રદ્ધા રાખો.
વિનયવતી પ્રસન્ન થઈ. હવે ચંદ્રિકા નામની રાણી બીજી કોઈ રાણીઓની વતી શંકા કરીને
ઊભી થઈ અને પ્રાર્થના કરવા લાગી કે સ્વામી! આપે અમને અત્યાર સુધી એ ઉપદેશ દીધો કે
પુણ્ય અને પાપને સમદ્રષ્ટિથી જોઈને છોડી દેવાં જોઈએ, પરંતુ એમાં કેટલું તથ્ય છે એ સમજાતું ન
હતું; કારણ કે જો એમ ન હોય તો આપ પુણ્યકૃત્ય કેમ કરી રહ્યાં છો? જિનેન્દ્ર ભગવાનની પૂજા
કરવી, મુનિઓને આહારદાન દેવું, શાસ્ત્રોનો સ્વાધ્યાય અને મનન કરવું, સજ્જનોની રક્ષા અને
દુર્જનોને શિક્ષા કરવી, ઉપવાસ કરવા આદિ બાબતો શું પુણ્યબંધનું કારણ નથી? તેને આપ કેમ
કરી રહ્યા છો? કેવળ અમને જ ઉપદેશ દેવાનો છે શું?
ચંદ્રિકા દેવી! બરાબર છે. તેમ ઘણી સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરીને આ પ્રશ્ર કર્યો છે. તમારા
હદયમાં જે શંકા ઉપસ્થિત થઈ તે સાહજિક છે. હવે તમે બરાબર સાંભળો, હું તમને સમજાવીશ.–
ભરતેશ્વરે કહ્યું.
દેવી! હું પુણ્યક્રિયાઓને કરું છું કેમકે હું ગૃહસ્થપણે રહું છું. જ્યાં સુધી હું ગૃહસ્થપણે રહું છું
ત્યાં સુધી ગૃહસ્થધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું એ ધર્મ નથી. જેથી ષટ્કર્મોનું પાલન કરવું
મારા માટે અનિવાર્ય છે. દિગમ્બર દીક્ષા ધારણ કર્યા પછી