: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૧૩:
પુણ્યકમની અપેક્ષા રહેતી નથી. પછી પુણ્યક્રિયાઓ એકદમ છોડવી જોઈએ, પરંતુ રાજ્યશાસન
કરતા થકા પુણ્યક્રિયાઓ છોડી દેવી તે રાજાનું લક્ષણ નથી. દેવી! માની લ્યો કે હું કદાચિત્
આત્માનુભવી હોવાથી પુણ્યપ્રવૃત્તિ છોડી દઉં, પરંતુ આ વિષયમાં લોક મારું અનુકરણ કરશે
અર્થાત્ તેઓ પણ પુણ્યવિચારોને છોડી દેશે, પણ તેમને આત્મયોગ તો પ્રાપ્ત નથી; અને તેઓ
પુણ્યક્રિયાઓને છોડી દેશે તો પરિણામે તીવ્ર પાપબંધ કરીને નાહક દુઃખી થશે. તેથી પુણ્યપ્રવૃત્તિનો
માર્ગ દેખાડી રહ્યો છું.
ચંદ્રિકાદેવીએ ફરી પ્રાર્થના કરી કે સ્વામી! આપે કહ્યું ‘પુણ્ય–પાપ બંને બંધનાં કારણ છે.
બંને હેય છે.’ હવે કહો છો કે ‘બીજાઓનું અહિત ન થાય એટલા માટે પુણ્યાચરણ કરી રહ્યો છું,’
હવે આપ જ કહો કે બીજાઓને માટે પણ જો મનુષ્ય હેય કર્યા કરે તો તેને બંધ થશે કે નિર્જરા
થશે? નિર્જરા તો ન જ થાય, કર્મબંધ જ થશે. તેથી આપ એવું કાર્ય કેમ કરો છો, એ વાત અમને
બરાબર સમજાવો.
ભરતેશ્વરે કહ્યું–દેવી! સાંભળો. ચિત્તને પોતાના આત્મામાં સ્થિર કરીને બહારની બધી
ક્રિયાઓ જ્ઞાની ઉદાસીન ભાવે કરે છે. તેમ કરવાં છતાં પણ તેને કોઈ બંધ થતો નથી. આ ધર્મનો
પ્રભાવ છે. તેને જરા બરાબર સમજો.
જેવી રીતે સપત્નીને પ્રેમ અથવા ઈચ્છાથી જો પોતાની પાસે રહેવાનું કહે તો રહે છે. પણ
જો તેને ઉપેક્ષાભાવથી કહે તો પોતાની પાસે રહેતી નથી. એવી રીતે જો કર્મને સારું સમજીને
આદરપૂર્વક તેનું સ્વાગત કરે તો જીવ તે કર્મપરાયણ રહે છે, અને તેને સારી રીતે કર્મબંધન થાય
છે. પણ જો તેને તિરસ્કાર દ્રષ્ટિથી (હેયબુદ્ધિથી) જોવામાં આવે તો જીવ તે કર્મપરાયણ કેમ રહે?
કર્મ ત્યાં ટકી શકતાં જ નથી. તેથી કહ્યું છે કે–જ્ઞાનીને ભોગ કરવા છતાં પણ કર્મબંધ નથી,
સાગારધર્મમાં રહેવા છતાં પણ તે અનગારની સમાન રહે છે.
તો પછી આપને ઉપવાસાદિ જંજાલમાં પડવાની શી જરૂર છે? કેમકે ભોગવવા છતાં પણ
આપને બંધ થતો જ નથી, તો પછી આરામથી મહેલમાં શા માટે નથી રહેતા? ચંદ્રાવતી દેવીએ
હસીને કહ્યું.
દેવી! ઘડીક વારમાં ભૂલી ગઈ એમ લાગે છે. મેં કહ્યું હતું કે ભોગમાં અતિ આસક્તિ
કરવી તે કર્મબંધનું કારણ છે; ભોગનો ત્યાગ કરવા માટે આ ઉપવાસાદિક હું કરુું છું. બીજું કાંઈ
કારણ નથી.