Atmadharma magazine - Ank 345
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 42 of 45

background image
: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૩૯:
વૈરાગ્ય–સમાચાર
બડનગર નિવાસી શેઠ પૂનમચંદજી શરાફ તા. ૧૧–૬–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
અગાઉ તેઓ બડનગર મુમુક્ષુમંડળના અધ્યક્ષ હતા તેમને ગુરુદેવના દર્શનની ઉત્કટ
અભિલાષા હતી, તે તા. ૪–૬–૭૨ ના રોજ ગુરુદેવ બડનગર પધારતાં પૂરી થઈ હતી,
ગુરુદેવ તેમના ઘરે દર્શન દેવા પધાર્યા હતા.
સોનગઢના રહીશ ડો. હરગોવિંદદાસ કે. દોશી તા. ૬–૭–૭૨ ના સોનગઢ મુકામે સ્વર્ગવાસ
પામ્યા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો ને સોનગઢમાં તેઓ એક સેવાભાવી દાકતર
તથા કાર્યકર હતા.
રાંદેરવાળા માસ્તર મગનલાલ ખુબચંદ મહેતા (ઉ. વ. ૬૭) તા. ૨૪–૬–૭૨ ના રોજ
હૃદયરોગથી સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ પાલેજ તથા મુંબઈ પધાર્યા ત્યારે તેમણે ઉલ્લાસથી
દર્શન કર્યા હતા. અવારનવાર તેઓ સોનગઢ આવીને લાભ લેતા હતા.
રાજકોટના શ્રી શિવકુંવરબેન (તેઓ દિલ્હીના સૌ. દયાબેન શાંતિલાલના માતુશ્રી) તા.
૧૮–૬–૭૨ ના રોજ દિલ્હી મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવે બતાવેલા માર્ગ પ્રત્યે
તેમને ઘણો પ્રમોદ હતો, અને તેના મહિમા સંબંધી કેટલાક કાગળ પોતાના હાથે લખી
ગયા છે, તથા ભવોભવમાં મને સાચા દેવ–ગુરુ–ધર્મનું જ શરણ હો–એવી દ્રઢ
ભાવનાપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો છે.
વડોદરાના ભાઈશ્રી ચુનીલાલ માણેકચંદ તા. ૨–૭–૭૨ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
માંદગી દરમિયાન પણ તેમણે ફતેપુર–પ્રતિષ્ઠા મહોત્સવમાં આવીને પ્રવચન વગેરેનો લાભ
લીધો હતો ને ઘણા પ્રસન્ન થયા હતા.
લીંબડીના ભાઈશ્રી મનસુખલાલ ગુલાબચંદ (ચશ્માવાળા) થોડા દિવસ પહેલાંં અષાડ
સુદમાં સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ લીંબડીના મુમુક્ષુમંડળના એક ઉત્સાહી આગેવાન હતા, ને
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો.
શેઠશ્રી મોહનલાલ વાઘજી (ધ્રોળવાળા) તા. ૧૦–૭–૭૨ ના રોજ સુરેન્દ્રનગર મુકામે
સ્વર્ગવાસ પામ્યા છે. કરાંચી છોડીને ઘણા વર્ષો તેઓ સુધી સોનગઢ આવીને રહ્યા હતા, ને
ગુરુદેવના સત્સંગનો લાભ લીધો હતો.