:૪૦: આત્મધર્મ : અષાઢ: ૨૪૯૮
રાજકોટના મેવાબેન (પ્રભાકુંવરબેન) રસિકલાલ દફતરી તા. ૯–૭–૭૨ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે.
મોટી ધારીના જીજીબેન દામોદર કમાણી (તેઓ કસુંબાબેન વોરાના માતાજી ઉ. વર્ષ ૮૨)
જેઠ સુદ સાતમના રોજ સ્વર્ગવાસ પામ્યા છે.
મોરબીના ભાઈશ્રી જગજીવન કાસીદાસના સુપુત્ર નવલચંદભાઈ તા. ૧૬–૭–૭૨ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. (આ પત્રના સંપાદકના તેઓ પિતરાઈ ભાઈ હતા.)
–સ્વર્ગસ્થ આત્માઓ વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે
આ ક્ષણભંગુર સંસારથી છૂટીને શાશ્વત પદને પામો.
અરીસો–
એક સુંદર મજાનો સ્વચ્છ અરીસો છે.
પણ તેના ઉપર ગારો ચોપડીને કોઈ જુએ, તો શું તેને ઓરીસામાં મોઢું
દેખાશે? – ના.
અરીસા ઉપર ગારાને બદલે ચંદનનો લેપ લગાડીને કોઈ જુએ, તો શું
તેને મોઢું દેખાશે? – ના.
ગારો કે ચંદન, બંને લેપ છે.–આવરણ છે, તે બંનેથી રહિત અરીસામાં
જુએ તો જ મોઢું દેખાય.
તેમ આ આપણો આત્મા જગતપ્રકાશી સ્વચ્છ ચૈતન્યઅરીસો છે.
પણ તેના ઉપર પાપનો ગારો ચોપડીને કોઈ જુએ તો તેને પોતાનું સાચું
સ્વરૂપ દેખાય નહિ.
ચૈતન્યઅરીસા ઉપર પાપને બદલે પુણ્યરાગનો લેપ લગાડીને કોઈ
જુએ તો પણ તેને પોતાનું સાચું સ્વરૂપ દેખાય નહિ.
પાપ કે પુણ્ય તે બંને લેપ છે, આવરણ છે, તે બંનેથી રહિત સ્વચ્છ
ચૈતન્યઅરીસામાં જોતાં પોતાનું સાચું સ્વરૂપ દેખાય છે.
–આ વાત, ભરતચક્રવર્તીએ જ્યારે ઉપવાસ કર્યો હતો અને પોતાની
રાણીઓ સાથે ધર્મચર્ચા કરતા હતા ત્યારે તેમણે રાણીઓને સમજાવી
હતી. ભરતજીની તે સુંદર ધર્મચર્ચા આપ આ અંકમાં પાંચમે પાને
વાંચશો.