: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ : ૩:
* અનુભવરસ–ઘોલન *
[વાંકાનેરથી તત્ત્વચર્ચામાંથી]
આપ અનુભવની વાત કરો છો તે અમને બહુ જ ગમે છે, પણ આવો અનુભવ કેમ
કરવો?
વિકલ્પથી જ્ઞાનને જુદું ઓળખવાનો અભ્યાસ કરવો; જ્ઞાનની મહાનતા છે, જ્ઞાન
અનંતા ચૈતન્યભાવોથી ભરેલું છે, ને રાગવિકલ્પો તો ચૈતન્યથી શૂન્ય છે–એમ ભેદજ્ઞાન
કરતાં અનુભવ થાય છે.
છઠ્ઠા ગુણસ્થાનના શુભવિકલ્પનેય પ્રમાદ કહ્યો છે, તો તે શુભવિકલ્પ જ્ઞાનની જાત કેમ
હોય? અગ્નિનો કણ ભલે નાનો હોય પણ તે કાંઈ બરફની જાત તો ન જ કહેવાયને?
તેમ કષાયઅંશ પણ શુભ હોય પણ તે કાંઈ અકષાય–શાંતિની જાત તો ન જ
કહેવાયને? વિકલ્પને અને જ્ઞાનની જાત જ જુદી છે. આવું જુદાપણું નક્કી કરવું તે
જ્ઞાનસ્વભાવના અનુભવનું કારણ છે.
રાગ પોતે દુઃખ છે, કે તેમાં એકત્વબુદ્ધિ તે દુઃખ છે?
રાગ પોતે દુઃખ છે, તેથી તેમાં એકત્વબુદ્ધિ તે દુઃખ જ છે. દુઃખના ભાવમાં જેને
એકત્વ ભાસે (એટલે કે તેમાં પોતાપણું ભાસે) તે દુઃખથી કેમ છૂટે?
–અને તેની સામે, રાગથી ભિન્ન આનંદસ્વભાવી આત્મા પોતે સુખરૂપ છે, ને
તેથી તેમાં એકત્વપરિણતિ તે પણ સુખ છે.
ખરો મહિમા આવતો નથી, ને રાગનો મહિમા છૂટતો નથી. અંતરનું આનંદતત્ત્વ–કે જે
રાગથી પાર છે તેને ગંભીર મહિમા જો બરાંબર જાણે તો તેમાં જ્ઞાન વળ્યા વગર રહે
નહિ. અચિત્ય અદ્ભુત સ્વતત્ત્વનું જ્ઞાન થતાં જ પરિણામ ઝડપથી તેમાં વળી જાય છે,
–ક્ષણભેદ નથી. જ્યાં જ્ઞાન અંતરમાં વળ્યું ત્યાં બીજા અનંતગુણો પણ પોતપોતાના
નિર્મળભાવપણે ખીલી ઊઠયા, ને અંનત–ગુણના વીતરાગી ચૈતન્યરસનો અચિંત્ય
સ્વાદ આવ્યો.–આનું નામ સમ્યગ્દર્શન.
સમ્યક્ત્વની તૈયારીવાળા જીવને સમ્યક્ત્વની પૂર્વભૂમિકામાં કેવા વિકલ્પ હોય? પ્રથમ
તો તે જીવે પોતાના જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં લીધો છે, તેને તે સ્વભાવ તરફ
ઢળતા વિચારો હોય છે. કોઈ અમુક જ પ્રકારનો વિચાર કે વિકલ્પ