જ્ઞાયક છું એવા વિચાર હોય, કોઈને સિદ્ધ જેવું આત્મસ્વરૂપ છે એવા વિચાર હોય,
કોઈને આત્માના અતીન્દ્રિય આનંદના વિચાર હોય, કોઈને જ્ઞાન અને રાગને
ભિન્નતાના વિચાર હોય, કોઈની આત્માની અનંત શક્તિના વિચાર હોય–એમ કોઈ પણ
પડખેથી પોતાના સ્વભાવ તરફ ઝુકવાના વિચાર હોય.
સૂક્ષ્મ પરિણામોની ધારાવડે અંતરમાં ‘ત્રણ કરણ’ થઈ જાય છે, એ ત્રણ કરણના કાળે
જીવના પરિણામ સ્વરૂપના ચિંતનમાં વધુને વધુ મગ્ન થતા જાય છે, ને પછી તો ઝડપથી
બીજી જ ક્ષણે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન થઈને પરમ શાંત અનુભૂતિ વડે જીવ પોતે પોતાને
સાક્ષાત્ અનુભવે છે. આ સમ્યક્ત્વની વિધિ છે.
જ્ઞાનની મહત્તા છે, તે જ્ઞાન વિકલ્પથી આઘું ખસીને સ્વભાવ તરફ અંદર ઢળે છે. ત્યાં
કાંઈ ‘હું શુદ્ધ’ વગેરે જે વિકલ્પો છે તે અનુભવ તરફ ઝુકવાનું કારણ નથી, જ્ઞાન જ
વિકલ્પથી અધિક થઈને (જુદું થઈને) અનુભવ કરે છે.
ઉત્તર:– ના; એમ નથી. આત્મા પોતે કર્તા થઈને પોતાની સમ્યક્ત્વાદિ પરિણતિ કરે છે,
તેનો કર્તા આત્મા છે. હા, તે અનુભવ ટાણે ‘હું નિર્મળપર્યાયને કરું’ એવો વિકલ્પ નથી,
પણ પોતે પરિણમીને નિર્મળપર્યાયરૂપ થાય છે. તે નિર્મળપર્યાયના કર્તાપણે
વિકલ્પરહિત તે આત્મા પરિણમે છે. વિકલ્પ વગર પણ પોતાની શુદ્ધપર્યાયના કર્તા–કર્મ–
કરણ વગેરે છ કારણરૂપ પરિણમવાનો જીવનો સ્વભાવ છે; તે પરિણમન જીવનું પોતાનું
છે. જેમ આત્મા પરને ન કરે અને વિકલ્પને ન કરે તેમ, આત્મા પોતાની
જ્ઞાનાદિપર્યાયને પણ ન કરે–એમ કાંઈ કહેતાં નથી, પણ ‘હું કર્તા ને પર્યાયને કરું’ એવા
ભેદના વિકલ્પને કરવાનું આત્માના સ્વભાવમાં નથી–એમ સમજવું.