: અષાઢ: ૨૪૯૮ આત્મધર્મ :૫:
ભરતચક્રવર્તી અને તેમની રાણીઓનો ઉપવાસ
તે પ્રસંગે ભરતરાજે રાણીઓ સાથે કરેલ ધર્મચર્ચા
આત્મજ્ઞાની મહાત્મા ભરતચક્રવર્તી પર્વના દિવસોએ
ઉપવાસ કરતા, સાથે રાણીઓ પણ ઉપવાસમાં જોડાતી; ઉપવાસનો
દિવસ તેઓ સ્વાધ્યાયશાળામાં નિવૃત્તિપૂર્વક કેવા ઉત્તમ ભાવથી
રહેતા, ને કેવી સુંદર ધર્મચર્ચા કરતા, તેનું રસભીનું વર્ણન ‘ભરતેશ
વૈભવ’ માં છે, તે અહીં આપ્યું છે. જિજ્ઞાસુઓને તેમાં રસ આવશે.
સમ્રાટ ભરતે વિધિપૂર્વક ત્રિલોકનાથનો અભિષેક કર્યો. હવે આદિપ્રભુને વન્દન કરીને
આ સ્વાધ્યાયશાળા અત્યંત વિસ્તૃત અને પ્રકાશમય છે. ત્યાં સૂકા ઘાસથી નિર્મિત
સંયમાસન બિછાવેલું છે. બધા આસનોની વચ્ચે એક સોનાની ચોકી રાખી છે.
રાજયોગી ભરત મધ્યવર્તી આસન ઉપર બિરાજમાન થયા, આજુબાજુના આસનો પર
તેમની બધી દેવીઓ બિરાજમાન થઈ. એ વખતનું દ્રશ્ય એવું લાગતું હતું.–જાણે કે એ બધી
યોગીઓ દ્વારા સિદ્ધ વિદ્યાની અધિદેવીઓ છે.
તે
સ્વાધ્યાયગૃહમાં સુગંધિત ગુલાબજળ નહોતું, કોઈ હવા નાખનારા પણ નહોતા,
જો કોઈ લોક પરસ્પર બોલતા તો ધાર્મિક વિષયો ઉપર જ બોલતા હતા. જે પરસ્પર
એકબીજાને જોતાં તો મદ અને કામથી રહિત શાન્તદ્રષ્ટિથી જોતા હતા. કેવળ ધર્મચર્ચામાં વિશેષ
આનંદ આવતો ત્યારે જ તેઓ હસતા હતા, બીજા કારણે નહિ. તે દિવસ તેઓ એકબીજાને
સ્પર્શતા પણ નહોતા. કદાચિત્ વૈયાવૃત્ય કરવાના ઈરાદાથી સ્પર્શ કરતા હતા, તો માત્ર ભરતને
એક તપસ્વી સમજીને જ સ્પર્શતા.