Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૧૩ :
સમ્યગ્દ્રષ્ટિ જીવની દશા અને તેનો મહિમા
સમ્યગ્દ્રષ્ટિએ જગતનું ઉત્કૃષ્ટ કાર્ય કરી લીધું તેથી તે ધન્ય છે....ધન્ય છે....
દોષરહિત ગુણસહિત સુધી જે સમ્યક્ દર્શ સજે હૈ,
ચરિતમોહવશ લેશ ન સંજમ પૈ સુરનાથ જજે હૈ,
ગૃહી, પૈં ગૃહમેં ન રચેં, જયોં જલતેં ભિન્ન કલમ હૈ,
નગરનારીકો પ્યાર યથા કાદવમેં હેમ અમલ હૈ. ૧પ.
છહઢાળની આ ગાથામાં સમ્યગ્દર્શનધારક જીવની અંતરની દશા ઓળખાવીને
તેનો મહિમા કર્યો છે. અહો, સમ્યગ્દર્શન એટલે શું? લોકોને તેની કિંમત નથી; તેને
જરાય સંયમ ન હોય તોપણ તે પ્રશંસનીય છે, દેવો પણ તેનો મહિમા કરે છે. જેણે
દોષરહિત અને ગુણસહિત સમ્યગ્દર્શન ધારણ કર્યું છે,–સમ્યગ્દર્શન વડે આત્માને
શણગાર્યો છે, તે ઉત્તમબુદ્ધિવાન ભલે ગૃહવાસમાં રહેલ હોય છતાં ગૃહમાં તે જરાય રત
નથી; જેમ જળમાં રહેલું કમળ જળથી જુદું છે, જેમ નગરનારીનો પ્રેમ તે સાચો પ્રેમ
નથી અને જેમ કાદવમાં રહેલું સોનું કટાતું નથી, તેમ ગૃહ વાસમાં રહેલા સમ્યગ્દ્રષ્ટિનું
અલિત્પાપણું જાણવું. જુઓ, ત્રણ તો દ્રષ્ટાંત આપીને સમ્યગ્દ્રષ્ટિનો મહિમા સમજાગ્યો.
સમ્યગ્દ્રષ્ટિને ‘સુધી’ કહ્યા છે. સુ–ધી એટલે સમ્યક્ છે જેની બુદ્ધિ એવા સાચી
બુદ્ધિવંત; ચૈતન્યને સાધવા માટે સાચી બુદ્ધિવાળા સમ્યગ્દ્રષ્ટિ તે સુધી છે; બાકી તો બધા
કુબુદ્ધિ છે. સુબુદ્ધિ–સમ્યગ્દ્રષ્ટિ વિષયોથી પાર આત્માને અનુભવનારા, તેને ભલે
સંયમદશા જરાય ન હોય, હજી વિષયાસક્તિ હોય, ગૃહવાસમાં હોય, છતાં સુરનાથ
ઈદ્રાદિ દેવો પણ તેને પ્રશંસે છે. આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
આત્મામાં જેણે બુદ્ધિ જોડી તે જ સાચા બુદ્ધિમાન છે; બીજું જાણપણું તેને ભલે
ઓછું હોય, તે સમ્યગ્દ્રષ્ટિજીવો આઠ ગુણના આભૂષણોથી શોભે છે. મુનિ દશાની
ભાવના હોવા છતાં હજી ચારિત્રમોહ વર્તે છે. તેથી સંયમ લઈ શકતા નથી, કર્મને કારણે
નહિ પણ પોતે ચારિત્રમોહને વશ વર્તે છે તે કારણે, એટલે પોતાના તેટલા દોષને કારણે
તે હજી આરંભ–પરિગ્રહમાં રહ્યા છે, વિષય–વ્યાપાર છોડીને હજી મુનિ થયા નથી, સંયમ
કે વ્રત લેશમાત્ર નથી, વેપાર–ધંધા–સ્ત્રી વગેરે હોય છે, છતાં તે સમ્યગ્દ્રષ્ટિ તેમાં રાચતા
નથી, તેનું સમ્યગ્દર્શન બગડતું નથી, તે તો જળ–