Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 53

background image
: ૧૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
જેને રાગમાં એકત્વ છે એવા મિથ્યાદ્રષ્ટિ–મહાવ્રતી કરતાં તો રાગથી ભિન્ન
ચૈતન્યને અનુભવનાર સમ્યગ્દ્રષ્ટિ અવ્રતી પણ પૂજય છે–મહિમાવંત છે–પ્રશંસનીય છે.
અહો! તમે આત્માનાં કામ કર્યાં, આત્માની અનુભૂતિવડે તમે ભગવાનના માર્ગમાં
આવ્યા;–એમ ઈન્દ્રને પણ પોતાના સાધર્મી તરીકે તેના પ્રત્યે પ્રેમ આવે છે. આવા
મનુષ્યદેહમા પંચમકાળની પ્રતિકૂળતા વચ્ચે પણ તમે આત્માને સાધ્યો....તમને ધન્ય છે–
એમ ‘સુરનાથ જજે હૈં’ એટલે કે સમ્યકત્વનું બહુમાન કરે છે, અનુમોદન કરે છે, પ્રશંસા
કરે છે. શ્રી કુંદકુંદસ્વામી જેવા વીતરાગી સંત પણ અષ્ટપ્રાભૃતમાં કહે છે કે–
તે ધન્ય છે, કૃતકૃત્ય છે, શૂર–વીર ને પંડિત છે,
સમ્યક્ત્વ–સિદ્ધિકર અહો! સ્વપ્નેય નહિ દુષિત છે.
સમ્યગ્દ્રષ્ટિ ચાંડાળદેહમાં રહેલો હોય તોપણ દેવ જેવો છે એમ સમન્તભદ્રસ્વામી
રત્નકરંડશ્રાવકાચારમાં કહે છે–
सम्यग्दर्शनसंपन्नम् अपि मार्गतदेहजम्।
देवा देवं विदुर्भस्मगूढांगारान्तरोैजसम् ।। २८ ।।
ચાંડાળશરીરમાં ઊપજયો હોય તોપણ જે જીવ સમ્યગ્દર્શનસંપન્ન છે તેને
ગણધરદેવ ‘દેવ કહે છે; ભસ્મથી ઢંકાયેલ તેજસ્વી અંગારની જેમ તે જીવ સમ્યકત્વવડે
શોભે છે. સમ્યગ્દ્રષ્ટિ તિર્યંચપર્યાયમાં હોય કે સ્ત્રીપર્યાયમાં હોય તોપણ સમ્યકત્વના
પ્રતાપે તે શોભે છે. તિર્યંચપર્યાય ને સ્ત્રીપર્યાય લોકમાં સામાન્યપણે નિદનીય છે, પણ
જો સમ્યગ્દર્શનસહિત હોય તો તે પ્રંશંસનીય છે. ભગવતી–આરાધનામાં પણ સમ્યગ્દ્રષ્ટિ
સ્ત્રીની ઘણી પ્રશંસા કરી છે. (જુઓ ગાથા–૯૯૪ થી ૯૯૯)
ગૃહસ્થ સમ્યગ્દ્રષ્ટિ સ્ત્રી હોય, પુત્રાદિસહિત હોય તોપણ તે ગૃહમાં રાચતા નથી,
એની રુચિ આત્મામાં છે, જરાય રુચિ બીજામાં નથી. પોતાથી જેને ભિન્ન જાણ્યા તેનો
પ્રેમ રહ્યો નથી. સ્વાનુભવવડે સ્વ–પરની વહેંચણી કરી નાંખી છે કે જ્ઞાનાનંદસ્વરૂપ જ
હું, ને શુદ્ધઆત્માના વિકલ્પથી માંડીને આખી દુનિયા તે પર;–આવી દ્રષ્ટિનો અપાર
મહિમા છે, તેનું અપાર સામર્થ્ય છે; તેમાં અનંત કેવળજ્ઞાનના પુંજ આત્માનો જ આદર
છે. અહા, એની અંદરની પરિણમનધારામાં એણે આનંદમય સ્વધાર જોયું છે, તે પોતાના
આનંદઘરમાં જ રહેવા ઈચ્છે છે; રાગને પરઘર માને છે, તેમાં જવા ઈચ્છતો નથી.
ચૈતન્યધામ–કે જ્યાં મન ચોંટયું છે ત્યાંથી ખસતું નથી, ને જયાંથી જુદું પડ્યું છે ત્યાં
જવા માંગતું નથી.