Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 53

background image
: ૨૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
વરસાદથી મારો આત્મા શોભી ઊઠ્યો, ને મિથ્યાત્વની આકુળતારૂપ અનાદિનો ઉકળાટ
દૂર થઈ ગયો,–સમક્તિ થતાં આવો આનંદમય શ્રાવણમાસ આવ્યો.
સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં ચૈતન્યના અનુભવરૂપ વીજળી ચમકવા લાગી.
જેમ ઘોર અંધકારને ભેદીને વીજળી ઝબકી ઊઠે તેમ અમારા અંતરમાં મિથ્યાત્વને
ભેદીને સમ્યકત્વ થતાં સ્વાનુભવરૂપી વીજળી ઊઠી; અને ચૈતન્યની સમ્યક્ પ્રીતિ–
ગાઢરુચિરૂપ વાદળાની ઘરનોર ઘટા છવાઈ ગઈ. સ્વ–પરની ભિન્નતાનો નિર્મળ વિવેક
થતાં ભેદજ્ઞાનરૂપી ચાતક આનંદિત થઈ ને પીયુ–પીયુ બોલવા લાગ્યા; અને સુહાગી
એવી સુમતિ (સમ્યક્મતિ–શ્રુતદશા) ને પ્રસન્નતા થઈ.–મારા આત્મામાં આવા
સમ્યક્ત્વરૂપી શ્રાવણમાસ આવ્યો છે.
શ્રાવણમાસમાં જેમ મેઘગર્જના થાય તેમ સાધકને ગુરુધ્વનિરૂપી મેઘગર્જના
સાંભળતાં સુખ ઊપજે છે.....અને એનાં ઉતમ મનરૂપી મોરલો (ભાવશ્રુતજ્ઞાન)
આનંદથી વિકસીત થાય છે....મોર કળા કરીને પ્રસન્નતાથી નીચે તેમ સાધકની
જ્ઞાનકળા આનંદથી ખીલી ઊઠી છે. ચોમાસામાં પૃથ્વી લીલાઅંકૂરથી શોભી ઊઠે તેમ
સમ્યકત્વરૂપી શ્રાવણમાં સાધકભાવના ઘણા અંકૂર મારા આત્મામાં ઊગી નીકળ્‌યા છે....
ધર્મનાં અંકૂરથી લીલોછમ મારો આત્મા શોભી રહ્યો છે ને જયાંત્યાં સર્વત્ર અસંખ્ય
આત્મપ્રદેશોમાં હર્ષ–અતીન્દ્રિયઆનંદ છવાઈ રહ્યો છે.–અહા, આવો સમ્યકત્વરૂપી–
શ્રાવણ મારા આત્મામાં આવ્યો છે....
ઉનાળામાં ધૂળ ઉડતી હોય તે ચોમાસામાં બેસી જાય છે, તેમ મિથ્યાત્વદશામાં
અનેક ભ્રમણારૂપી ધૂળ ઊડતી હતી, હવે સમ્યકત્વરૂપી શ્રાવણ આવતાં તે ભૂલરૂપી ધૂળ
જરાય દેખાતી નથી, ભ્રમણાનો મૂળમાંથી છેદ થઈ ગયો છે; અને ચૈતન્ય વીતરાગી
સમરસરૂપી જળનાં ઝરણાં આત્મામાં વહેવા લાગ્યા છે. આવા સરસ મજાના આનંદકારી
શ્રાવણની વર્ષા વચ્ચે ચૂંવાક વગરના પોતાના નિજાનંદમય સ્વઘરમાં બેઠેલા ભૂધરજી
હવે નિજઘરથી બહાર શા માટે નીકળે? એ તો પોતાના આનંદધામમાં બેઠા–બેઠા
સમ્યકત્વરૂપી શ્રાવણની મોજ માણે છે,–આવો શ્રાવણ હવે અમારે આવી ગયો છે.
[આ તો એક ઉપમા–અલંકારવડે સાધકે પોતાના અનુભવનો પ્રમોદ વ્યક્ત કર્યો
છે. બાકી સ્વાનુભૂતિ તો ઉપમા વગરની છે; એ સ્વાનુભૂતિનો આનંદ તો સ્વાનુંભૂતિની
ગંભીરતામાં જ સમાઈ જાય છે. (સં.)
]