Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૩ :
તે ગુણગંભીર આચાર્યભગવંતોને અમે પુજીએ છીએ
[અષાડ વદ ૧૨ નિયમસાર ગાથા : ૭૩ થી ૭પ ઉપર પ્રવચનમાંથી]
અહા, મોક્ષના સાધક મુનિવરોની અંર્તદશા કેવી
અદ્ભૂત હોય છે! ને તેમની દશા ઓળખનારા ધર્માત્માને
તેમના પ્રત્યે કેટલો મહાન ભક્તિભાવ હોય છે? તેનો નમૂનો
આ પ્રવચનમાં દેખાશે.
અંતર્મુખ ચિદાનંદસ્વભાવને પકડીને, રાગથી જુદા પડીને શુદ્ધોપયોગવડે જ્ઞાનનું
આચરણ કરનારા તે આચાર્ય છે.....તેઓ પરિપૂર્ણ ચિદાનંદ ભગવાન આત્માને
જાણવામાં–શ્રદ્ધવામાં–અનુભવવામાં કુશળ છે....ગુણોથી તેઓ ગંભીર છે, ચૈતન્યના
અનંતગુણોનો કબાટ તેમને ઊઘડી ગયો છે. આવા મોક્ષમાર્ગી ગુણગંભીર આચાર્ય
ભગવાન ધર્મીજીવો વડે વંઘ છે... તેને અમે વંદીએ છીએ.
ચૈતન્યતત્ત્વમાં અનંત સ્વભાવગુણો છે, તે સ્વભાવની સન્મુખ થતાં એક સાથે
અનંતગુણના રસનું વેદન થઈ જાય છે. આવા અનંતગુણસંપન્ન આત્માનો સ્વીકાર
કરતાં જ્ઞાનનું બળ અનંતું ખીલી જાય છે, તે જ્ઞાન અતીન્દ્રિય થઈને સ્વભાવનું પ્રત્યક્ષ
સંવેદન કરે છે.
જેનો આદર કરવો હોય તેની સન્મુખ થઈને તેનો આદર થાય છે, તેનાથી
વિમુખ રહીને આદર થતો નથી. રાગની સન્મુખ થઈને ચૈતન્યભગવાનનો આદર થાય
નહિ ઘરે કોઈ સારા મોટા મહેમાન પધાર્યા હોય ત્યારે તેની સન્મુખ થઈને આદર
સત્કાર કરે છે કે–આવો પધારો! પણ જો મહેમાનની સામે જુએ નહિ ને બીજાની સામે
જુએ તો તેમાં મહેમાનનો અનાદર થાય છે. જેનો આદર કરવો હોય તેની સન્મુખ થવું
જોઈએ. તેમ આ આત્મા ‘હરિ’ એટલે ચિદાનંદસ્વભાવના સામર્થ્ય વડે વિભાવને
હરનારો ‘સિંહ,’ સર્વ પદાર્થમાં શ્રેષ્ઠ એવો ‘ઈન્દ્ર,’ આવો મોટો ભગવાન, તેને આંગણે
પધરાવીને સત્કાર કરવાની આ વાત છે. શ્રદ્ધા–જ્ઞાનને અંર્તસ્વભાવની સન્મુખ કરીને
એટલે પરસન્મુખ ભાવોથી જુદો પડીને જ આ ચૈતન્યભગવાનનો આદરસત્કાર ને
સ્વીકાર થાય છે.–એકલા રાગની કે પરની સન્મુખ રહીને ચૈતન્યપ્રભુનો આદરસ્વીકાર
થઈ શકતો નથી.–સંતો તો અંર્તસન્મુખ થઈને સર્વજ્ઞપદને આદરી રહ્યા છે–સિદ્ધપદને
સાધી રહ્યા છે....ચૈતન્યઘરમાં સિદ્ધનો સત્કાર