Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
કર્યો છે ને રાગાદિ પરભાવને જુદા કર્યા છે અહા! અનંત બેહદ સ્વભાવને સાધનારા
સંતમુનિવરોની શી વાત! આખા સ્વભાવને સ્વીકારનારી પર્યાય પણ અનંતગુણના
રસથી ઉલ્લસતી આનંદરૂપ થઈ ગઈ છે. અહા, અનંતગુણથી ગંભીર એવા
ચૈતન્યતત્ત્વને સાધનારા જીવની દશા પણ મહાગંભીર હોય છે....
આવી દશાવડે આત્માને સાધનારા જે સાધુ પરમેષ્ઠી ભગવંતો, તેમા આચાર્ય
ભગવંતો કેવા છે? તેની આ વાત છે. શાસ્ત્રકાર કુંદકુંદસ્વામી પોતે પણ આવા મહાન
આચાર્ય છે; તેઓ કહે છે કે અહા! આચાર્ય ભગવંતો જ્ઞાનાદિ પંચાચારમાં પૂરા છે, ધીર
અને ગુણગંભીર છે; પંચેન્દ્રિયરૂપ હાથીને વશ કરવામાં દક્ષ છે. ગમે તેવા ઘોર ઉપસર્ગો
આવે તોપણ પોતાના સ્વરૂપની સાધનાથી તેઓ ડગતા નથી એવા અત્યંત ધીર છે,
અને ગુણોથી ગંભીર છે. રત્નત્રયમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર કહ્યા પણ એવા તો અનંત
ગુણોવડે જેઓ ગંભીર છે, સ્વભાવના અનુભવમાં અનંતગુણોનું કાર્ય એક સાથે થઈ
રહ્યું છે–એવા ગંભીર ગુણવાળા આચાર્યભગવંતો વંદનીય છે; તે આચાર્યભગવંતોને
ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખને છેદવા માટે પૂજીએ છીએ.
ધર્માત્માની પરિણતિ અંદર ચૈતન્ય તરફ નમી ગઈ છે, તેમાં તે કુશળ છે એટલે
વિકલ્પથી જુદી જ્ઞાનરૂપ થઈને જ તે પરિણમી રહી છે; આવી જ્ઞાનદશા તો વિકલ્પથી
જુદી જ વર્તે છે, ત્યાં વચ્ચે પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વંદન–નમસ્કાર વગેરેનો ભાવ
આવે છે. અંદર તો ચૈતન્યના સ્વભાવમાંથી અનંત ગુણના અતીન્દ્રિય આનંદનો નિર્મળ
ફૂવારો ઊછળે છે; ને પરને નમસ્કાર વગેરેનો શુભભાવ તે વ્યવહાર આચારમાં જાય છે.
તેમાં પણ કહે છે કે ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે પૂજીએ છીએ, એટલે નિશ્ચય–
વ્યવહાર બંનેની ઓળખાણપૂર્વક અમે તે આચાર્ય ભગવંતોને પૂજીએ છીએ; એકલા
રાગમાં ઊભા રહીને નથી પૂજતા, અંદર રાગથી પાર ચૈતન્યસ્વભાવની સન્મુખતાપૂર્વક
તે વીતરાગી આચાર્ય ભગવંતોને અમે પૂજીએ છીએ–આ રીતે નિશ્ચય–વ્યવહાર સહિત
ભક્તિક્રિયામાં કુશળતા વડે અમે આચાર્યભગવંતોને વંદીએ છીએ–પૂજીએ છીએ.
આચાર્ય–ઉપાધ્યાય કે સાધુ–તેઓ બધાય પરમ ચિદ્રૂપ આત્મતત્ત્વમાં અંતર્મુખ
થઈને નિશ્ચય રત્નત્રયમાં કુશળ છે; તેમને અહીં વ્યવહારચારિત્રમાં ભક્તિથી વંદન કર્યાં
છે. તેઓ જ્ઞાનાદિની શુદ્ધ પરિણતિરૂપે પરિણમી રહ્યા છે. જ્ઞાની આવા