નમસ્કારમાં પરલક્ષ હોવાથી શુભરાગ છે; તે શુભરાગથી ચૈતન્યપરિણમન જુદું છે–એમ
તે જ્ઞાની જાણે છે. અહા, સંતો ચૈતન્યની આરાધનામાં શૂરા છે. ચૈતન્યસ્વભાવના શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રય, તે રત્નોને સાધવામાં શૂરવીર આચાર્ય–ઉપાધ્યાય–
સાધુઓ છે.
પર્યાયમાં પણ સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં રત્નો પ્રગટે છે, ગુરુદેવ પ્રમોદથી
કહે છે કે હે રતનીયા! તું તો અનંત ચૈતન્યરત્નને ધરનારો રતનીયો છો....તું દીન નથી.
અનંત મુક્તિરત્નો, આનંદમય રત્નોનો તું ભંડાર છો....અરે હીરા! ચૈતન્યના અનંતા
હીરાનો તું ભંડાર છો, તેની સન્મુખ થતાં તને રત્નત્રય અને મોક્ષ પ્રગટશે.
વેદન મને મારા સ્વસંવેદનમાં થયું તેવા જ જ્ઞાન–આનંદનું વેદન તે બધા પંચપરમેષ્ઠી
ભગવંતો કરી રહ્યા છે. જુઓ તો ખરા, સાધકના સ્વસંવેદનજ્ઞાનનું મહાન સામર્થ્ય!
આવી તાકાત શુભ વિકલ્પમાં નથી. સ્વસંવેદન જ્ઞાનમાં વિકલ્પ સમાઈ શકે નહિ.
વિકલ્પથી જુદું કામ કરનારું જ્ઞાન જ પંચપરમેષ્ઠી વગેરેના સ્વરૂપનો સાચો મહિમા જાણે
છે; અને તે જ્ઞાન અંતર્મુખ થઈને પોતાના અનંત આનંદમયમાં પ્રવૃત્તિ કરે છે;
આનંદધામ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તે મોક્ષને સાધે છે–એવા સંતોના અતીન્દ્રિય
આનંદમય ચૈતન્યપરિણમનને ઓળખીને અમે ભક્તિથી તેને વંદીએ છીએ.
સ્વયં તૃપ્ત થયા તે હવે દુઃખજનક વિષયોને કેમ વાંછે?–આવા પરમ નિઃકાંક્ષભાવવાળા
જૈનસાધુઓ હોય છે. સ્વભાવનું પરમ સુખ ચાખ્યા વગર વિષયોની વાંછા જીવને
ખરેખર માટે નહિ. પુણ્યરાગની વાંછા તે પણ વિષયોની જ વાંછા છે. રાગ વગરના
અતીન્દ્રિય ચૈતન્યસુખનો સ્વાદ ચાખ્યા વગર રાગની ને વિષયોની વાંછા મટે નહિ, ને
એવા જીવને સાધુપણું ક્્યાંથી હોય? સાધુઓ તો ચૈતન્યસુખનાં અમૃતથી તૃપ્ત–તૃપ્ત
હોવાને લીધે પરમ નિષ્કાંક્ષ છે. પરમાત્મતત્ત્વની ભાવનાથી એટલે તેમાં