Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
એકાગ્રતાથી જ પરમ નિષ્કાંક્ષભાવના હોય છે, ને આવી દશાવાળા રત્નત્રયયુક્ત
ઉપાધ્યાયાદિ સાધુ ભગવંતોને અમે ભક્તિથી ફરી ફરીને વંદન કરીએ છીએ.
મુનિ ભગવંતો પોતાની અંતર્મુખ રત્નત્રયપરિણતિમાં વર્તે છે; વિકલ્પરૂપ
બાહ્યપરિણતિ–તેમાં મુનિઓ તન્મય થતા નથી. તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ પોતાના નિર્મળ
ચૈતન્યભાવમાં વર્તે છે, રાગાદિમાં તે ખરેખર વર્તતા નથી. રાગપરિણતિ અને
ચૈતનાપરિણતિ બંને તદ્ન જુદું કામ કરે છે.
અહા, મોક્ષના સાધક સાધુઓની દશા તો પરમાત્મતત્ત્વની ભાવનામાં પરિણમી
ગઈ છે, એકદમ અંતર્મુખ ઢળી ગઈ છે, તેથી તે નિર્મોહ અને નિર્ગ્રંથ છે. ચૈતન્યના
આનંદનો અનુભવ કરીને જેઓ વિષયોથી સદા વિરકત છે ને આત્મામાં સદા અનુરકત
છે એવા ચાર આરાધનાના આરાધક સાધુઓ, મોક્ષની સન્મુખ છે ને ભવથી વિમુખ છે;
એવા સાધુઓની પવિત્ર ચેતન્યદશા અમને વંઘ છે, અમે તેને વંદીએ છીએ.
णमो लोप सव्व साहूणं
અપૂર્વ મહિમાવંત ચૈતન્યવસ્તુ
જેને અંતરમાં આત્માની ગરજ થઈ હોય, સમ્યગ્દર્શન પ્રગટ
કરવાની ચાહના જાગી હોય તેવો જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં
અંતર્મંથના કરે છે કે અહો! ચૈતન્યવસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે,
એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી;
શુભભાવો અનંતવાર કર્યા છતાં ચૈતન્યવસ્તુ લક્ષમાં ન આવી, તો તે
રાગથી પાર ચૈતન્યવસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે, તેની પ્રતીત
પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે.–આમ ચૈતન્યવસ્તુને પકડવાનો
અંતર્મુખ ઉધમ તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.