: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૨૭ :
ધર્માત્માનો મંગલ ઉત્સવ
“ચેતનાની શોધમાં.....”
[એક નાનકડી નાટિકા]
ધર્માત્મા સંતોના ભક્તિ–બહુમાનપૂર્વક જ્ઞાનાદિના અનેકવિધ
મંગલઉત્સવો સદાય ઉજવાતા હોય છે. એવા મંગલ ઉત્સવ વખતે, જે
ધર્માત્માના નિમિત્તે તે ઉત્સવ ઉજવાય છે તે ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી જીવ
પહોંચે તો તેને મહાન આત્મલાભ થાય. અંતરંગ હાર્દને ઓળખ્યા વગર એકલા
બહારના ઠાઠ–માઠ કે નૃત્ય–ગાનમાં ધર્માત્માનો સાચો મહિમા પ્રસિદ્ધ થઈ
શકતો નથી. એટલે મુમુક્ષુ જીવની ભક્તિ માત્ર ભજન–સંગીત કે નૃત્ય–ગાનમાં
જ સમાપ્ત થતી નથી પણ તેનાથી આગળ વધીને ધર્માત્માના ઊંડા હદયમાં
પ્રવેશીને તેની ચેતના સુધી પહોંચી જાય છે. ધર્માત્માના અંતરંગ હાર્દ સુધી
પહોંચીને તેના સાચા મહિમાને પ્રસિદ્ધ કરતી એક નાનકડી નાટિકા અહીં આપી
છે–જે સર્વે મુમુક્ષુઓને આનંદ આપશે. (સં.)
[એક સખી એકલી–એકલી ટળવળી રહી છે.....
ત્યાં દૂરથી બીજી સખી આવી રહી છે––––]
એક સખી:–ઓ સખી!
ઓ સખી! હું તો ભટકી–ભટકી,
શોધું ચેતના મ્હારી......
ક્્યાં મળશે મુજ ચેતના,
સખી! હું તો ટળવળતી......
બીજી સખી:–અહીં આવ, બેની અહીં આવ! તને ચેતના અહીં મળશે. અહીં ચેતનાવંત
ધર્માત્મા બિરાજી રહ્યા છે, તેમની સેવાથી તને ચેતના મળશે.
[આપણે આ બંને સખીઓનાં નામ ચિતિ અને જ્ઞપ્તિ રાખીશું.] જ્ઞપ્તિની વાત
સાંભળીને ચિતિ દોડતી નજીક આવે છે; ને ધર્માત્માને દેખીને આનંદિત થાય છે.
ચિતિ:– વાહ સખી! અદ્ભૂત છે આ ધર્માત્મા! ચેતનાની પ્રાપ્તિ માટે આપણે આ