Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 53

background image
: ૩૦ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી અત્યંત જુદો છે.
ભેદજ્ઞાનવડે અમે તેને સાક્ષાત્ અનુભવીએ છીએ.

જ્ઞાનીને સ્વસંવેદનના બળે ચૈતન્યસ્વભાવ બધાથી અત્યંત
જુદો ને જુદો દેખાય છે. અજ્ઞાનીને પોતાનો ચૈતન્ય સ્વભાવ ક્્યાંય
દેખાતો નથી, એને તો સંયોગો અને પરભાવો જ દેખાય છે તેથી
તે તો તેને જ આત્મા માને છે; પણ તે ખરેખર આત્મા નથી,
આત્મા તો તે બધાથી જુદો ચૈતન્યસ્વભાવ છે–એ વાત અહીં
સમજાવે છે; અને તેનો અનુભવ કરવાનું કહે છે.
ધર્માત્માએ, શ્રીગુરુનો ઉપદેશ પામીને, પોતાના આત્માને સ્વસ
વેદનપ્રત્યક્ષરૂપ, શુદ્ધ, એક, જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ, અને અન્ય સમસ્ત ભાવોથી જુદો
અનુભવ્યો, તેનું અદ્ભૂત શાંતરસમય વર્ણન ગાથા ૩૮ માં કર્યૃં; અને બીજા જીવોને
આવા શાંતરસમય આત્માનો અનુભવ કરવાની પ્રેરણા કરી.
હવે આવા આત્માનો જેને અનુભવ નથી, જડ–ચેતનની ભિન્નતાની જેને
ખબર નથી, ને શરીર–કર્મ–રાગ–પુણ્ય–પાપ વગેરે પરને જ આત્મા માને છે, એવો મુઢ,
અનાત્મવાદી અજ્ઞાની જીવ આઠ બોલ દ્ધારા દલીલ કરીને કહે છે કે–તે કર્મ વગેરે જ
અમને તો દેખાય છે, તે કર્મ વગેરેથી જુદો બીજો તો કોઈ જીવ અમારા જોવામાં
આવતો નથી!
એવા અજ્ઞાનીને અહીં આચાર્યભગવાન સમજાવે છે કે હે ભાઈ! તારી વાત
સાચી નથી, તું સત્યાર્થવાદી નથી; ભગવાનના આગમથી, યુક્તિથી ને જ્ઞાનીઓના
સ્વાનુભવથી–એ ત્રણેથી તારી વાત ખોટી ઠરે છે. આગમ–યુક્તિ અને સ્વાનુભવદ્ધારા
આચાર્યદેવ અજ્ઞાનીના આઠે બોલનું ખંડન કરીને એ અપૂર્વ ન્યાય સિદ્ધ કરે છે કે–