: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૧ :
પરમાથ રૂપ જીવ રાગથી કર્મથી ને શરીરથી જુાદો, ચૈતન્યસ્વભાવરૂપ છે; આવા જીવને–
ભેદજ્ઞાનીઓ પોતાના અંતરમાં સ્વસંવેદનવડે પ્રત્યક્ષ અનુભવે છે; ભગવાનના
આગમમાં પણ જીવને ચૈતન્યસ્વભાવરૂપ જ કહ્યો છે, રાગાદિને જીવ નથી કહ્યો; અને
યુક્તિઓ વડે પણ જીવ રાગાદિથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જ સાબિત થાય છે–માટે હે
જીવ! તું બીજો નકામો કોલાહલ છોડીને, આવા જીવને તારા અંતરમાં અનુભવવાનો
ઉધમ કર. એકલક્ષે એવો ઉધમ કરતાં છમહિનામાં તો તને પુદ્ગલથી ભિન્ન
ચૈતન્યપ્રકાશથી ઝળહળતો તારો આત્મા તારા અંતરમાં જ દેખાશે.
અજ્ઞાનીની ૮ પ્રકારની મિથ્યામાન્યતાની સામે, ભેદજ્ઞાનીના સ્વાનુભવને મૂકીને
આચાર્યદેવ તે મિથ્યામાન્યતાઓનું ખંડન કરે છે, અને સત્ય આત્મા ચૈતન્યસ્વભાવરૂપ
છે–તે સ્વાનુભવગમ્ય થઈ શકે છે એમ બતાવે છે:–
૧. કોલસો કાળાશથી જુદો નથી પણ સોનું તો કાળશથી જુદું જ છે.
તેમ રાગદ્ધેષથી જુદું અધ્યવસાન નથી પણ રાગદ્ધેષથી જુદો જીવ તો છે.
અજ્ઞાની કહેતો હતો કે– જેમ કાળાશથી જુાદો કોઈ કોલસો દેખાતો નથી, તેમ
રાગ–દ્ધેષાદિ મલિન અધ્યવસાનો
તેનાથી જુદો કોઈ જીવ અમને દેખાતો નથી, માટે તે રાગ–દ્ધેષાદિ જ જીવ છે!
ત્યારે સ્વાનુભવની યુક્તિથી આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! ભેદજ્ઞાનવડે
જ્ઞાનીઓ રાગ–દ્ધેષથી ભિન્ન એવા ચૈતન્યસ્વભાવરૂપે સ્વયં પોતાને અનુભવે છે, માટે
રાગ–દ્ધેષ વગરનો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
કાળાશથી જુદો કોલસો ભલે ન હોય, પણ કાળાશથી જુદું સોનું તો દેખાય છેને!
તેમ રાગાદિ મલિન અધ્યવસાનોથી જુદો સોના જેવો શુદ્ધજીવ જ્ઞાનીઓને ભેદજ્ઞાનવડે
સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, જ્ઞાન તે કાંઈ રાગ–દ્ધેષવાળું કાળું હોય?
સમ્યક્મતિશ્રુતજ્ઞાનમાં જીવ રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપે અનુભવાય છે.
રાગાદિભાવોમાં કાંઈ ચૈતન્યસ્વભાવપણું નથી, જીવ જ ચૈતન્યસ્વભાવપણે
પ્રકાશમાન છે. ભગવાન સર્વજ્ઞદેવે તો ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય કહ્યું છે. રાગાદિમાં
કાંઈ ચૈતન્યપણું નથી, એ તો ચૈતન્યથી ખીલી છે–ચૈતન્ય વગર છે–ચૈતન્યથી જુદી
જાતના છે, માટે તે રાગાદિકભાવો ખરખેર જીવ નથી. જેનામાં ચેતનપણું ન હોય તેને