Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 53

background image
: ૩૨ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
જીવ કેમ કહેવાય? માટે સર્વજ્ઞના આગમમાં એમ કહ્યું છે કે તે રાગાદિભાવોરૂપ જીવ
નથી, ચૈતન્યસ્વભાવરૂપ જીવ રાગાદિથી જુદો છે. ને ભેદજ્ઞાનીઓ જ્ઞાન અને રાગની
ભિન્નતાને ઓળખીને, રાગથી જુદા ચૈતન્યસ્વભાવને સાક્ષાત અનુભવે છે. અહા! અમને
તો આવો જુદો ચિદાનંદ જીવ સાક્ષાત્ દેખાય છે. હે ભાઈ! તું અંતરમાં ચૈતન્યભાવનો
અભ્યાસ કર તો તને પણ તારા અંતરમાં રાગના વિલાસથી જુદો, ચૈતન્યસ્વભાવથી
વિલસતો તારો આત્મા સાક્ષાત્ અનુભવમાં આવશે, જેના અનુભવથી તને મહાન
આનંદ થશે.
રાગ–દ્ધેષાદિ ભાવો ન હોય તો જીવ કાંઈ મરી જતો નથી, રાગ–દ્ધેષ વગર પણ
ચૈતન્યસ્વભાવપણે જીવ સદાય જીવંત છે. રાગથી જુદો પડીને જ્ઞાનવડે અંતરમાં જોતાં
આવો જીવ સાક્ષાત્ અનુભવમાં આવે છે. અરે, એકવાર આવા આત્માને તું અંદર
ઊતરીને જો તો ખરો.... એની સન્મુખ થતાં જ તને ભવના અંતના ભણકાર આવી જશે
ને આનંદમય નિર્વાણપુરીનાં દરવાજા ખુલી જશે.
આ રીતે અજ્ઞાનીના કુર્તક સામે, ભેદજ્ઞાનીના સ્વાનુભવને મુકીને યુક્તિથી
આચાર્યદેવ રાગાદિથી અત્યંત જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ સિદ્ધ કર્યો, અને સર્વજ્ઞના
આગમની પણ સાક્ષી આપી.
અધ્યાત્મરસની અમીવર્ષા કરતાં ગુરુદેવ કહે છે કે જુઓ, આજે શ્રાવણ સુદ
એકમ છે....આ શ્રાવણની અમૃતવર્ષા થાય છે....જ્ઞાનીના અંતરમાં સમ્યકત્વરૂપી શ્રાવણ
આવ્યો છે....તેનું સરસ વર્ણન ‘આજ મેરે સમકિત–સાવન આયો’ એ ભજનમાં કર્યું છે.
(આ જ અંકમાં તે ભજન અર્થસહિત આપ્યું છે.’
જેમ રાગ–દ્ધેષાદિથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ આચાર્યદેવે આગમથી યુક્તિથી
ને સ્વાનુભવથી સિદ્ધ કર્યો; તેમ બીજા સમસ્ત પરભાવોથી તેમજ કર્મથી ને શરીરાદિથી
પણ અત્યંત જુાદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–એમ આચાર્યદેવ બહુ સરસ રીતે
સમજાવશે, ને પછી એવા આત્માના અનુભવ માટે મીઠાસથી પ્રેરણા આપશે કે હે ભાઈ!
જો તું બીજો કોલાહલ છોડીને, અમે કહીએ છીએ તેવા જીવને તારા અંતરમાં દેખવાનો
એકાગ્રચિત્તથી છમહિના અભ્યાસ કરીશ તો તને પણ જરૂર અમારી જેમ રાગાદિથી
ભિન્ન ચૈતન્યસ્વભાવનો અનુભવ થશે.