Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૩ :
૨. કર્મથી જુદા ચૈતન્યસ્વભાવરૂપ જીવને જ્ઞાની અનુભવે છે.
બીજા બોલમાં અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે–અનાદિ પરંપરાથી જે સંસાર–
ભ્રમણરૂપ ક્રિયાઓ થઈ રહી છે તે કર્મની ક્રીડા છે, તે કર્મ વગરનો જીવ અમને તો
દેખાતો નથી, માટે કર્મ તે જ જીવ છે!
તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, કર્મની આખી પરંપરાથી જુદો, રાગ
અને ગતિ વગરનો, ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે–તે ભેદજ્ઞાનીઓને સ્વયં અનુભવમાં
આવે છે;–રાગ વગર, ઈદ્રિયની અપેક્ષા વગર જ્ઞાની અંતરમાં પોતાના આત્માને એક
જ્ઞાયકસ્વભાવપણે સાક્ષાત્ અનુભવે છે.–આવો અનુભવ કરે ત્યારે આત્માને ખરેખર
માન્યો કહેવાય. અજ્ઞાનીને કર્મ જ દેખાય છે, કર્મથી જુદો જીવ દેખાતો નથી; જ્ઞાનીને
જ્ઞાનસ્વભાવમાં કર્મ દેખાતું નથી. જ્ઞાનસ્વભાવની સન્મુખ થતાં આત્મામાં કર્મનો સંબંધ
જ ક્્યાં છે? કર્મના સંબંધ વગરનો આત્મા જ્ઞાનસ્વભાવપણે ધર્મીને અનુભવાય છે.
કર્મની કીડાથી અત્યંત જુદી મારી ચેતનાની કીડા છે.–આવો અનુભવ કરે તેઓ જ
સત્યાર્થવાદી છે, તેઓ જ સત્ય આત્માને જાણનાર છે; પણ બીજા કે જેઓ આત્માને
કર્મવાળો જ દેખે છે–તેઓ પરમાર્થવાદી નથી, આત્માને તેઓ જાણનારા નથી. અરે, કર્મ
તો જડ પુદ્ગલની રચના છે–એને જીવ કોણ કહે! સર્વજ્ઞ ભગવાને તો એને અજીવ કહ્યું
છે, તે ચેતના વગરનું છે; ને જીવનો તો ચૈતન્ય–સ્વભાવરૂપ કહ્યો છે. આવા આત્માને હે
જીવ! તું જાણ.
૩. રાગરસ વગરનો ચૈતન્યરસથી ભરેલો જીવ અમને અનુભવાય છે.
એકલા રાગરસને જ અનુભવનાર અજ્ઞાની કહેતો હતો કે તીવ્રરાગ ને મંદરાગ
એવા રાગરૂપ અધ્યવસાનોની જે પરંપરા તે જ જીવ છે, કેમકે તેનાથી જુદો રાગવગરનો
જીવ અમને દેખતો નથી!
આચાર્યદેવ તેનો ખુલાસો કરતાં કહે છે કે અરે મૂઢ! રાગમાં ચેતનપણું ક્્યાં છે?
તીવ્ર ને મંદ એવા અધ્યવસાનોની જે સંતતિ છે તે તો રાગરસથી ભરેલી છે, તેમાં કાંઈ
ચેતનરસ નથી. આત્મા તો ચેતનરસથી ભરેલો છે, તે ચેતનરસથી ભરેલો આત્મા
રાગાદિ અધ્યવસાનોથી તદ્ન જુદો ભેદજ્ઞાની સાક્ષાત્ અનુભવે છે, માટે