: ૩૪ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
આત્મા તે તીવ્ર–મંદ અધ્યવસાનોની હારમાળાથી જુદો જ છે. ચૈતન્યની
સંતતિમાં વચ્ચે રાગાદિ અધ્યવસાન નથી.
સર્વજ્ઞ ભગવાને આગમમાં એમ કહ્યું છે કે રાગાદિ અચેતનભાવોથી
જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
સ્વાનુભવસહિતની યુક્તિથી પણ એમ જ સિદ્ધ થાય છે કેમકે
રાગાદિના અનુભવમાં ચૈતન્યનો સ્વાદ નથી, ને ચૈતન્યના સ્વાદમાં
રાગાદિ નથી; માટે રાગથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે.
ધર્માત્મા–ભેદજ્ઞાની જીવો અંર્તદ્રષ્ટિથી પોતાના આત્માને રાગાદિ
સમસ્ત અન્ય ભાવોથી જુદો, જ્ઞાનસ્વભાવરૂપ સ્પષ્ટ અનુભવે છે; તે
અનુભૂતિમાં રાગાદિનો અભાવ છે.
–આમ આગમથી, યુક્તિથી, સ્વાનુભવથી સર્વ પ્રકારે રાગ અને
જ્ઞાનની ભિન્નતા છે, અને એવી ભિન્નતાના અભ્યાસ વડે હે જીવ! તને
પણ તારો આત્મા રાગાદિ વગરનો, જ્ઞાનસ્વભાવરૂપ દેખાશે.
૪. શરીરથી જીવ જુદો છે; ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિમાં શરીર નથી.
નોકર્મરૂપ આ શરીર નવું–પુરાણું થયા કરે છે, એક શરીર છૂટે છે ને
બીજું આવે છે, –શરીર વગરનો તો જીવ ક્્યારેય દેખાતો નથી, માટે આ
શરીર છે તે જ જીવ છે, એનાથી જુદો કોઈ જીવ નથી–એમ અજ્ઞાનીએ
ચોથા બોલમાં કહ્યું હતું.
અહીં તેનું ખંડન કરતાં શ્રી આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! શરીર
તો પુદ્ગલમય છે, અચેતન છે, તેનામાં ચેતનપણું નથી, તો તે જીવ ક્્યાંથી
થઈ ગયું? જીવ તો ચેતનરૂપ હોય. શરીર તો ચેતના વગરનું અજીવ છે.
જ્ઞાની તો પોતાના આત્માને જડ શરીરથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપે
સ્પષ્ટ અનુભવે છે.
શરીરની કોઈ પણ ચેષ્ટા તે જીવની ક્રિયા નથી. તે ક્રિયાને જે જીવની
માને છે તેઓ શરીરાદિ અજીવને જ જીવ માનનારા છે, એવા જીવો જડ–
ચેતનના વિવેક વગરના છે; તેઓ મૃતકકલેવર એવા શરીરમાં મોહી રહ્યા
છે, ને ચૈતન્યઅમૃતસ્વરૂપ