ભાસતું નથી. જ્ઞાનીને તો સ્પષ્ટ ભેદજ્ઞાન છે કે જડ શરીરના અસ્તિત્વમાં હું નથી, હું તો
મારા ચૈતન્યઅસ્તિત્વમાં છું. મારી ચૈતન્યસત્તામાં જડ સત્તા નથી, જડ સત્તામાં હું નથી,
આત્માનો કોઈ પણ ગુણ કે પર્યાય અચેતન શરીરમાં નથી. આમ જડ–ચેતન બંનેનું
અસ્તિત્વ સર્વથા જુદું છે. તેનું ભેદજ્ઞાન કરીને ધર્મીજીવ પોતાને શરીરાદિ સમસ્ત
અચેતનથી અત્યંત જુાદો, પરમ ચૈતન્યસ્વરૂપે અનુભવે છે. અતીન્દ્રિયજ્ઞાનમાં સ્વસંવેદન
વડે આવા આત્માનો અનુભવ થાય છે. શરીરનો સંયોગ છતાં શરીરથી ભિન્ન આત્મા
અનુભવમાં આવી શકે છે. ચૈતન્યના અનુભવમાં શરીર કાંઈ ભેગું નથી આવતું,
અનુભવથી તે જુદું જ રહે છે. આ રીતે ચૈતન્યસ્વરૂપ આત્મા શરીરથી તદ્ન જુદો છે.
શુભાશુભરાગને બાદ કરીને જો તો તને પણ તારો આત્મા ચૈતન્યસ્વરૂપ દેખાશે.
આત્માનો સ્વભાવ તો સુખ છે, ને પુણ્ય–પાપનું ફળ દુઃખ છે, તેને આત્મા કેમ કહેવાય?
શુભાશુભકર્મ તરફ ઢળતો ભાવ દુઃખરૂપ છે, ચેતનસ્વભાવ તરફ ઢળતો ભાવ સુખરૂપ
છે–આ રીતે તે શુભાશુભનો સમાવેશ આત્માના સ્વભાવમાં થતો નથી; તેઓ આત્માના
સ્વભાવ સાથે સંબંધંવાળા નથી પણ જડ કર્મ સાથે સંબંધવાળા છે. આ રીતે તારો
જ્ઞાનસ્વભાવ શુભાશુભકર્મોથી અત્યંત જુદો છે. આવા ભિન્ન સ્વરૂપને ઓળખીને
ભેદજ્ઞાન કરતાં તને પણ શુભાશુભ સમસ્ત કર્મોથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ
સાક્ષાત્ અનુભવમાં આવશે. પુણ્ય–પાપકર્મ અને શુભાશુભભાવ આત્મા છે એવો તારો
ભ્રમ ભેદજ્ઞાન વડે મટી જશે. એક તરફ આત્માનો ચેતનસ્વભાવ, તેમાં જેટલું સમાય
તેટલો તું; અને બીજી તરફ ચેતનસ્વભાવથી જુદા જે કોઈ ભાવો હોય તે જીવ નહિ, તે
જીવનો સ્વભાવ નહિ એટલે કે પુદ્ગલનો સ્વભાવ છે, અજીવ છે.–આવા