: ૩૬ : આત્મધર્મ : શ્રાવણ : ૨૪૯૮ :
ભેદજ્ઞાનનો અંદરમાં સાચી લગનીથી વધુમાં વધુ છ મહિના એકધારો અભ્યાસ કરતાં
તને જરૂર પુદ્ગલથી ભિન્ન તારા ચૈતન્યનો અપૂર્વ વિલાસ અનુભવમાં આવશે.
૬. સાતા–અસાતાથી પાર અતીન્દ્રિય સુખસ્વરૂપ આત્માને
જ્ઞાની પોતામાં અનુભવે છે.
અજ્ઞાની કહે છે કે સાતા–અસાતરૂપ જે કર્મફળ તે જ જીવ છે, કારણ કે સાતા–
અસાતાજનિત સુખ–દુઃખ જ અમને અનુભવાય છે, તે સુખ–દુઃખ વગરનો જીવ અમને
કદી દેખાતો નથી.
ત્યારે આચાર્યદેવ કહે છે કે ભાઈ, તારી વાત ખોટી છે; સાતા–અસાતામાં આત્મા
હોવાનો તને ભ્રમ થઈ ગયો છે, પણ તે ખરેખર જીવ નથી. સાતા–અસાતા તો કર્મ
તરફનો ભાવ છે, તેનાથી જુદો ચૈતન્યસ્વભાવરૂપ જીવ છે, તે ભેદજ્ઞાનવડે અનુભવમાં
આવે એવો છે.
અહા, ચૈતન્યતત્ત્વ! તે સાતાના વેદનથી પાર છે. અજ્ઞાની પુણ્યજનિત સાતાને
સુખ માની લ્યે છે એટલે તે તેને જ જીવ માને છે; પણ બાપુ! એ તો પુદ્ગલ તરફનો
ભાવ છે. ચૈતન્યનું સુખ તો તદ્ન અનાકુળ પરમ શાંત છે, તેમાં સાતાની પણ અપેક્ષા
નથી. આવું સુખ જેની સન્મુખતાથી પ્રગટે તેને ખરેખર જીવ કહીએ છીએ. ધર્મીજીવ
આત્માની સન્મુખ થઈને આવા આત્માને સાક્ષાત્ અનુભવે છે. માટે હે ભાઈ! તું પણ
‘સાતા–અસાતાથી જુદો જીવ નથી’ –એવી તારી મિથ્યા હઠને છોડ, ને અમે કહીએ છીએ
તે રીતે જ્ઞાનસ્વભાવી આત્માને દેખવાનો તારા અંતરમાં અભ્યાસ કર. છમાસના
અભ્યાસમાં તો તારા હદયમાં સ્વાનુભૂતિથી આત્મા શોભી ઊઠશે.
અસાતાના દુઃખથી છૂટીને કાંઈક સાતા થાય ત્યાં તો જાણે હું સુખી થઈ ગયો,–
પણ બાપુ! એ સુખ સાચું નથી, એ સાતાના સુખમાં તું નથી. સાતા–અસાતાથી પાર,
જ્ઞાનસ્વભાવનું જે અતીન્દ્રિયસુખ,–તેમાં તું છો; તે સાચું જીવનું સ્વરૂપ છે. આવા સ્વરૂપે
આત્માને અનુભવમાં લે.
૭. રાગનો સ્વાદ ને જ્ઞાનનો સ્વાદ એક નથી પણ જુદા છે.
અજ્ઞાની કહેતો હતો કે કર્મનો સ્વાદ ને ચેતનનો સ્વાદ–બંને ભેગા સ્વાદમાં આવે
છે તે જ અમને તો જીવ લાગે છે. જેમ શિખંડમાં દહીં અને ખાંડનો સ્વાદ