Atmadharma magazine - Ank 346
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 53

background image
: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૩૭ :
એકમેક અનુભવાય છે તેમ અમને તો જ્ઞાન જ રાગાદિ સ્વાદવાળું અનુભવાય છે;
રાગથી જુદો તો જ્ઞાનનો કોઈ સ્વાદ અમને દેખાતો નથી, તદ્ન કર્મ વગરનો તો કોઈ
જીવ દેખાતો નથી, માટે આત્મા અને કર્મનો સંયોગ તે જીવ છે!
તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે ભાઈ! ચૈતન્યસ્વાદવાળો જીવ કર્મથી તદ્ન
જુદો જ છે; અજ્ઞાનીઓ તેને ન દેખે તેથી શું? ભેદજ્ઞાનીઓ તો આવા જીવને પ્રત્યક્ષ
અનુભવે છે. શીખંડમાં પણ ખરેખર દહીં અને ખાંડનો સ્વાદ જુદો જ છે, મીઠાસ અને
ખટાશ તે કાંઈ એક નથી; તેમ આત્મામાં શાંતઅનાકૂળ મીઠોરસ તે તો ચૈતન્યનો સ્વાદ
છે, ને આકુળતા–રાગાદિ તે કર્મ તરફનો ખાટો સ્વાદ છે, તે બંનેને એકતા નથી પણ
તદ્ન ભિન્નતા છે. જ્ઞાની સ્વાનુભવમાં પોતાના આત્માને ચૈતન્યસ્વાદપણે, કર્મથી
સર્વથા જુાદો જ અનુભવે છે.
ભાઈ, આવો આત્મા અંદરમાં અનુભવી શકાય તેવો છે. પણ જો તું હઠ કરીને
‘આત્મા જુદો નથી.....જુદો નથી....’ એમ નિષેધ જ કર્યાં કરીશ તો તને જુદા આત્માનો
અનુભવ ક્્યાંથી થશે? માટે તારી તે હઠ છોડ અને નકામો કોલાહલ છોડીને, અમે જે
રીતે કહીએ છીએ તે રીતે આત્માને લક્ષમાં લઈને તેના અનુભવમનો ઉધમ કર, તો
છમાસમાં તને પણ જરૂર તારા આત્માનો અનુભવ થશે, ને પુદ્ગલકર્મોથી ભિન્ન
ચેતનાવડે તારો આત્મા શોભી ઊઠશે.
૮. આઠ લાકડાથી જુદો ખાટલો નથી, પણ તેમાં સૂનારો તો જુદો છે ને!
તેમ કર્મસંયોગને જાણનારો જીવ તે કર્મોથી તદ્ન જુદો છે.
અજ્ઞાનીની દલીલ હતી કે, જેમ ચારપાયા તથા ઈંસ વગેરે આઠ લાકડા મળીને
ખાટલો થયો છે, આઠ લાકડાથી જુાદો કોઈ ખાટલો નથી, તેમ આઠકર્મનો સંયોગ તે જ
જીવ છે, કર્મથી જુદો કોઈ જીવ જોવામાં આવતો નથી!
તેને આચાર્યદેવ સમજાવે છે કે હે ભાઈ! કર્મોનો સંયોગ તે જીવ નથી. કર્મ જડ
છે, તે કર્મો ભેગાં મળીને પણ જડ થાય, તેમાંથી ચેતનવસ્તુ થાય નહિ, ચેતનવસ્તુ તો
તેનાથી જુદી જ છે. આઠ લાકડા ભેગા થઈને તેમાંથી લાકડાનો ખાટલો થાય, પણ કાંઈ
આઠ લાકડામાંથી માણસ ન થાય, માણસ તો જુાદો જ છે. આઠ લાકડાથી ખાટલો જુદો
નથી પણ ખાટલામાં સૂનારો માણસ તો તેનાથી જુદો જ છે.