આઠ કર્મો છે તે અચેતન છે, તેનાં વડે શરીરાદિની રચના થાય છે તે પણ અચેતન છે;
તે અચેતનનો સંયોગ થઈને અચેતનની રચના થાય, પણ અચેતનમાંથી કાંઈ જીવની
રચના ન થાય. જીવ તો ચેતનમય છે, તે અચેતન કર્મોથી જુદો જ છે. આ કર્મ છે–એમ
જાણનારો તો કર્મથી જુદો જ છે, કર્મને જાણનારો પોતે કાંઈ કર્મરૂપ નથી. આમ
સ્વભાવભેદથી જોતાં કર્મથી અત્યંત જુદો, ચૈતન્યસ્વભાવરૂપ જીવ અનુભવમાં આવે છે.
ચૈતન્યસ્વભાવપણે જોતાં તો જીવ સદાય કર્મથી જુદો જ અનુભવાય છે. ભગવાન
સર્વજ્ઞદેવે ‘
કરવો તે જ કરવા જેવું કાર્ય છે. આ કાર્યને છોડીને બીજા નકામા કાર્યમાં તું ક્્યાં
રોકાણો? ચૈતન્યના કામને ભૂલીને તું રાગની હઠમાં ક્્યાં રોકાણો! તને સંતો પ્રેમથી
સમજાવે છે કે તારો આત્મા તને અંતરમાં રાગથી જુદા ચૈતન્યભાવપણે અનુભવમાં
આવશે....તે માટે તું બહારના બધા નિષ્ફળ વિકલ્પોથી વિરક્ત થા, ને અંદર
ચૈતન્યરસપણે આત્માનો શોધ! એકવાર અંદર શોધ તો ખરો, તને જરૂર તારો આત્મા
પ્રાપ્ત થશે. ઘણા જીવોએ ભેદજ્ઞાનવડે આવો આત્મા અનુભવ્યો છે, ને તને પણ તેવો
અનુભવ જરૂર થશે.