: શ્રાવણ : ૨૪૯૮ : આત્મધર્મ : ૪૭ :
આપના ગામના ધાર્મિક ઉત્સાહપ્રેરક સમાચારો આપ લખી
મોકલો. ધાર્મિક પાઠશાળા સંબંધી સમાચારોને મહત્ત્વ અપાય છે.
પાઠશાળા દ્ધારા જૈનધર્મનું તત્ત્વજ્ઞાન બાળકોને આપવું તે
જિનમંદિર જેટલું જ જરૂરનું છે. –સ.ં
સોનગઢમાં પૂ. ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. આખા દિવસના કાર્યક્રમો નિયમિત
ચાલે છે, સવારે નિયમસારના પરમાર્થ પતિક્રમણ અધિકાર ઉપર તથા બપોરે
સમયસાર ગાથા–પ૦ થી પપ ઉપર પ્રવચનો ચાલે છે, ને ગુરુમુખેથી ચૈતન્યરસની
ધોધમાર વર્ષા ચાલી રહી છે. દર્શન–પૂજન–શિક્ષણવર્ગ–ભક્તિ–તત્ત્વચર્ચા વગેરે
કાર્યક્રમોવડે સવારથી રાત સુધી અધ્યાત્મનું વાતાવરણ ગૂંજ્યા કરે છે. શિક્ષણવર્ગમાં
બહારગામથી આવેલા ચારસો જેટલા જિજ્ઞાસુઓ ખૂબ ઉમંગથી ને પ્રસન્નતાથી
લાભ લઈ રહ્યા છે. વિશેષમાં આ શ્રાવણ વદ બીજે પૂ. બેનશ્રી ચંપાબેનની પ૯ મી
જન્મ–જયંતિ સોનગઢમાં આનંદ–ઉત્સાહથી ઊજવાઈ રહી છે, તે નિમિત્તે
આત્મધર્મના આ અંકમાં કેટલીક વિશેષતા આપ જોઈ શકશો. અહીં શ્રી
ચીમનભાઈના ઘેર નાના બાળકોની પાઠશાળા ચાલે છે, તેમાં બાળકો ઉત્સાહથી
ભાગ લઈ રહ્યા છે. ધાર્મિકપ્રવચનના ખાસ દિવસો તા. પ થી ૧૨ સપ્ટેમ્બર છે,
અને દશલક્ષણીપર્યુષણ તા. ૧૨ થી ૨૨ સપ્ટેમ્બર સુધી ઉજવાશે.
જામનગરના ઉત્સાહી મુમુક્ષુમંડળ દ્ધારા ગત અષ્ટાહનિકામાં પંચમેરુ તથા
નંદીશ્વરના જિનબિંબોનું પૂજનવિધાન (સમરતબેન લક્ષ્મીચંદ પુનાતર તરફથી) થયું
હતું. અહીં પાઠશાળા પણ ચાલે છે. કલકત્તા, મોરબી, રાજકોટ, વઢવાણ વગેરે
ગામોમાં પણ પાઠશાળા ઉત્સાહપૂર્વક ચાલે છે, ને બાળકો ધર્મના ઊંચા સંસ્કાર
મેળવે છે.
જયપુરની વીતરાગવિજ્ઞાન વિધાપીઠની જુદીજુદી કક્ષાની પરીક્ષામાં આ વર્ષે કુલ
૧૭૧૩પ વિધાર્થીઓ બેઠા હતા, જેમા ૧પ૦૪ વિધાર્થીઓ ગુજરાતના હતા. વધુ ને
વધુ બાળકો ને યુવાનો ધર્મના તત્ત્વજ્ઞાનમાં રસ લઈ રહ્યા છે તે આનંદની વાત છે.
ગામેગામ પાઠશાળા ચાલુ થાય ને બાળકો ધર્મના સંસ્કાર મેળવે તે અત્યંત જરૂરી
છે. જેઓ પોતાને ગામ જૈન પાઠશાળા ચાલુ કરવા માંગતા હોય તેમણે માર્ગદર્શન
માટે નીચેના સરનામે લખવું–શ્રી ટોડરમલ–સ્મારક ભવન A 4
બાપુનગર જયપુર–૪