PDF/HTML Page 41 of 41
single page version
વિહંગાવલોકન કર્યું. અહા! એમાં તો દરિયો ભર્યો છે! તેમાંથી મુખ્ય–મુખ્ય
મુદઓનું અવલોકન કરીને પ્રવચનમાં અને ચર્ચામાં પણ અવારનવાર નવાનવા
ન્યાયો તેઓશ્રી કહેતા હતા...સાથે સાથે તે પરમાગમનું અને તે રચનારા વીતરાગ
મુનિભગવંતોનું પણ ઘણું જ બહુમાન અને મહિમા કરતા હતા. પ્રવચનમાં જ્યાં
ધવલનું ને મુનિવરોનું નામ આવે ત્યાં તેનો મહિમા સાંભળવા શ્રોતાઓના કાન
ઊંચા થઈ જતા. ગુરુદેવ ઘણા બહુમાનથી કહેતા કે અહા. ષટ્ખંડાગમમાં તો
મુનિવરોએ જ્ઞાનના દરિયા ભરી દીધા છે. કેવળજ્ઞાનીની વાણી સાથે એનો સીધો
સંબંધ છે. કેવળી ભગવાનની વાણી સાથે સંધિ વિના આવી સૂક્ષ્મ વાત આવી શકે
નહિ.–આમ ઘણા પ્રકારે ગુરુદેવ તે ષટ્ખંડાગમ–જિનાગમનો મહિમા કરતા હતા, ને
ધરસેન–પુષ્પદંત–ભૂતબલિ તથા વીરસેન મુનિભગવંતોનો પણ અપાર મહિમા કરતા
હતા. ધન્ય તે વીતરાગ મુનિભગવંતો! ધન્ય આ જિનવાણી! આપણા પરમ ભાગ્ય
છે કે આજે આ વીતરાગ જિનવાણી આપણા હાથમાં આવી ગઈ છે.
આપણા ઘરે આપણા હાથમાં આવી છે. આપણા પૂર્વજોનો આ અમૂલ્ય વીતરાગી
વારસો છે–આપણે તેના હક્કદાર છીએ. (આ ષટ્ખંડાગમના સારભૂત વિષયોનું
દોહન આત્મધર્મમાં આપવાની સંપાદકની ભાવના છે.)