Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 41

background image
: ૪ : આત્મધર્મ ભાદરવો : ૨૪૯૮ :
સહજ ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને અનંત સહજચતુષ્ટયસ્વરૂપે તારા આત્માને ભાવ. આવા
સ્વભાવની ભાવનાવડે પર્યાયમાં કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ કાર્ય પ્રગટી જશે.
આવા સ્વભાવની ભાવનાવડે પર્યાયમાં પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. જુઓ, આ
પર્યુષણપર્વમાં સાચા પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કહેવાય છે. સ્વભાવની સન્મુખ થઈને જેણે એકવાર
સર્વપરભાવનું પ્રત્યાખ્યાન કર્યું તેને હવે રાગ અને અલ્પજ્ઞતા રહેશે નહિ, તેને તો સહજ
સ્વભાવની ભાવનાવડે કેવળજ્ઞાનાદિ પ્રગટશે. સાદિ–અનંતકાળ માટે તેને પરભાવનું પ્રત્યાખ્યાન
થઈ ગયું. નિશ્ચયથી મારો સહજ જ્ઞાનસ્વભાવ સમસ્ત પરભાવના પચ્ચખાણસ્વરૂપ જ છે, તેની
સન્મુખ થયો ત્યાં પર્યાયમાંથી પણ પરભાવોનું પ્રત્યાખ્યાન થઈ ગયું.
અહો, આવા સ્વભાવનો અચિંત્યમહિમા લાવીને તેની ભાવના કરવા જેવું છે.–એ જ
પર્યુષણની સાચી ઉપાસના છે. તારી પર્યાયના વહેણને તારા અનંત ચતુષ્ટયથી ભરપૂર
ચૈતન્યસ્વભાવસમુદ્રમાં વાળ. ધર્મી કહે છે કે અહા, આવા સ્વભાવના ભરોસે અમારા વહાણ આ
ભવસમુદ્રને તરી જશે. અમારા સહજ સ્વભાવને અમે શ્રદ્ધામાં–જ્ઞાનમાં–અનુભવમાં લીધો છે,
તેના જ અવલંબને અમે અનંત ચતુષ્ટયરૂપ થઈ જશું ને સંસારને તરી જશું; અધૂરીપર્યાય કે
વિકાર હવે નહિ રહે.
જુઓ તો ખરા, આ ધર્માત્માની ભાવના! આવો સ્વભાવ અંદરમાં છે જ. છે તેની આ
ભાવના છે. સત્નો સ્વીકાર કરીને તેમાં એકાગ્રતારૂપ આ ભાવના છે. સ્વભાવના આશ્રયે પર્યાય
પ્રગટી, તેનો ભેદ ધર્મી નથી પાડતો. આવા સહજ સત્ સ્વભાવનો સ્વીકાર તે જ સમ્યગ્દર્શન છે.
તેના જ્ઞાનમાં સંદેહ નથી. ડામાડોળપણું નથી. નિઃશંકપણે અનંત ચતુષ્ટયસ્વભાવપણે તે પોતાને
અંતરમાં અવલોકે છે. અહા, આવા પરમતત્ત્વરૂપે પોતે પોતાને દેખ્યો ત્યાં હવે બહારનું બીજું શું
જાણવા–દેખવાનું રહ્યું?–વાહ! આજે તો આવા આત્માની પ્રતીતરૂપ સમક્તિનો દિવસ છે. આવા
આત્માની પ્રતીત કરીને સમ્યક્ત્વ કરવા જેવું છે. અને સમ્યક્ત્વ થઈ ગયું હોય તોપણ આવા જ
આત્માની ભાવના કરવા જેવું છે; એ જ પર્યુષણ છે. અનંત આનંદથી ઊછળતું મારું તત્વ, તેની
સામે નજર કરતાં જ આનંદ થાય એવું આ તત્ત્વ છે. મહાન અચિંત્ય આનંદના નિધાન જેની
ગંભીરતામાં ભર્યા છે, તેની સન્મુખતામાં કલેશ કેવો? ને બોજો કેવો? ચૈતન્યની શ્રદ્ધામાં ને
એકાગ્રતામાં કોઈ કલેશ કે બોજો નથી. ઊલ્ટું અનંત–