Atmadharma magazine - Ank 347
(Year 29 - Vir Nirvana Samvat 2498, A.D. 1972).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 41

background image
ભાદરવો : ૨૪૯૮ : આત્મધર્મ : ૫ :
કાળનો વિભાવનો બોજો ઊતરીને આત્મા હળવો થઈ જાય, એવું આ તત્ત્વ છે. તીર્થંકર
પરમાત્માના દિવ્યધ્વનિમાં આવેલું આ તત્ત્વ છે.
અહીં પૂર્ણ પર્યાયનો વિરહ, બહારમાં સીમંધરાદિ પરમાત્માનો વિરહ! –પણ ધર્મી કહે છે કે
મારા અંતરના સહજ પરમાત્મતત્ત્વને મેં પ્રતીતમાં લીધું–અનુભવમાં લીધું...હવે પરમાત્માનો
વિરહ નહીં રહે, અંદરમાં પૂર્ણદશાનો વિરહ નહિ રહે, બહારમાં પણ પરમાત્માનો વિરહ નહીં રહે.
–અહા, આવું પરમતત્ત્વ! તે સાંભળતાં રાગની રુચિવાળા કાયરના તો કાળજાં કંપી ઊઠે, પણ
ચૈતન્યરુચિવંત વીરોનું તો વીરપણું ઊછળી જાય ને એની પરિણતિ અંતરના સ્વભાવમાં ઝુકી
જાય: અહા, મારા પરમાત્મ તત્ત્વના અનંત–અનંત મહિમાની વાત શી કરવી? અંતરના
ભાવશ્રુતથી જેના પત્તા મળે એવો અદ્ભૂત સ્વભાવ છે. સાધકના ભાવશ્રુતમાં અંતરનું
પરમાત્મતત્ત્વ છૂપું રહી શકે નહિ. અંતરમાં ઢળેલા આવા ભાવશ્રુતમાં સર્વે પરભાવનું પચ્ચખાણ
છે. હે ભાઈ! આવા પૂરા સ્વભાવની ભાવના કર....તારી ભાવના જરૂર પૂરી થઈ જશે.–
એહ પરમપદ–પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં,
ગજા વગર ને હાલ મનોરથરૂપ જો.
તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો
પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.....
જેણે અંતરમાં પોતાના ચિદાનંદ ભગવાનને જોયો છે–જાણ્યો છે–અનુભવ્યો છે, તેની
વાણીમાંય તેનું પૂરું કથન આવતું નથી, એ તો અનુભવગોચર અતીન્દ્રિય તત્ત્વ છે; વાણીમાં તો
સ્થૂળ–સ્થૂળ વાત આવે છે. સૂક્ષ્મ સ્વભાવ તો અનુભવગોચર છે.–આવા સ્વભાવને સ્વસંવેદનથી
અનુભવગોચર કરીને ધર્મી કહે છે કે અમે અમારામાં ધર્મના પાયા નાંખ્યા છે. સ્વભાવને
સ્વાનુભવગોચર કર્યો છે, તેની ભાવના કરીએ છીએ; તે ભાવના વડે હવે અલ્પકાળમાં પૂર્ણ
પરમાત્મપદને સાક્ષાત્ પામશું–પામશું–પામશું....
• • •
અહો, કેવળજ્ઞાનાદિ સ્વભાવથી ભરેલું મારું પરમ ચૈતન્યતત્ત્વ, તેને દેખતાં–જાણતાં–
અનુભવતાં કોઈ પરમ અદ્ભૂત આનંદનો અનુભવ થયો; તો હવે આ પરમ તત્ત્વથી બીજું શું
જાણવા–દેખવાનું બાકી રહ્યું? સર્વને જાણવાના સામર્થ્યવાળો મારો જ્ઞાનસ્વભાવ મેં જાણી લીધો,
એકલું પૂરું જ્ઞાન, ને એવા બીજા અનંત સ્વભાવો