તેણે જાણવાયોગ્ય બધું જાણી લીધું. અહા, આવા તત્ત્વનું જેણે ઉત્સાહથી શ્રવણ કર્યું તેણે શું ન
સાંભળ્યું? ભાઈ, તેં જગતની રાગ–દ્વેષની વાત સાંભળી, પણ તેમાં કાંઈ હિત ન થયું; હવે આ
કેવળજ્ઞાન–આનંદસ્વભાવથી ભરેલા આત્માની વાત પ્રેમથી સાંભળીને તેને લક્ષમાં લે, તો આખું
જૈનશાસન તેં સાંભળી લીધું. અહા, ચૈતન્યરાજા જેણે અનુભવમાં પ્રાપ્ત કરી લીધો તેનું મન હવે
બીજા કયા પદાર્થમાં જશે? આ ચૈતન્યમહાતત્ત્વ પાસે જગતના બધા પદાર્થો તૂચ્છ છે, ચૈતન્યના
મહિમા પાસે ધર્માત્માને જગતના કોઈ પણ ઈન્દ્રાદિવૈભવનો પણ મહિમા આવતો નથી.
પરિણતિએ અંતરમાં એકાગ્ર થઈને પોતાના ચૈતન્યપ્રભુ સાથે કેલિ કરી, ત્યાં પરમ આનંદમય
અભેદ અનુભૂતિમાં રાગનું કે અપૂર્ણતાનું લક્ષ ન રહ્યું, કેવળજ્ઞાનાદિ પર્યાયનું પણ લક્ષ ન રહ્યું;
આખો અભેદ પરમાત્મા શ્રદ્ધા–જ્ઞાન અનુભવમાં આવ્યો, ત્યાં તે આત્માની પર્યાય પોતે જ
જૈનધર્મ છે; તેણે સમસ્ત જૈનશાસનને અનુભવી લીધું છે. તે આત્મા પોતે ધર્મનું કલ્પવૃક્ષ થઈને
પોતાને સમ્યક્ત્વથી માંડીને સિદ્ધપદ સુધીનાં ફળ આપે છે.
છે.–એમ ધર્મી જીવ પોતાના અંતરમાં ચૈતન્યતત્ત્વને દેખે છે.
ચરનારો ચૈતન્યહંસલો અમારા હૃદયસરોવરમાં (એટલે કે અમારી અનુભૂતિમાં) બિરાજમાન છે.
હંસને કેલી કરવાનું સ્થાન અમારું ચૈતન્ય–સરોવર છે. ચૈતન્યહંસલો રાગના ચારા ન ચરે, રાગના
મેલા ખાબોચિયામાં હંસલા ન રહે, એ તો સ્વચ્છ ચૈતન્યમય આનંદસરોવરમાં જ કેલિ કરે.
રાગમાં કેલિ કરનારો હું નહિં, હું તો સ્વાનુભૂતિના આનંદમા કેલિ કરનારો છું.–આવી અનુભૂતિ
થતાં ધર્મીને મોક્ષના મંગલ ઘંટ વાગ્યા. (સાડા આઠનો ટકોરો વાગતાં ગુરુદેવે કહ્યું:) અહા!
વિજય ડંકો વાગ્યો..... ડંકાની ચોટ પુર્ણ તત્ત્વની પ્રતીતના પડકાર કરતો ધર્મી જાણે છે કે –અમે
તો અમારા પૂર્ણ આત્માની સેવા કરનારા હંસ છીએ; વિકારરૂપી ઝેરનાં પ્યાલા અમે ન પીએ.
અમે તો ચૈતન્યસરોવરના અમૃત પીનાર છીએ....શરીર છતાં અશરીરી ભાવને અનુભવનારા
છીએ....આનંદના અમૃત પીનારા છીએ.